World Cup 2019: જાણો, બાઉન્ડ્રીના નિયમ વિશે શું બોલ્યા મોર્ગન અને વિલિયમસન

વિશ્વ કપ ફાઇનલ મુકાબલો ટાઈ થયા બાદ સુપર ઓવર પણ ટાઈ રહી હતી. ત્યારબાદ બાઉન્ડ્રીના આધારે વિજેતાની જાહેરાત થઈ હતી. તેના પર બંન્ને કેપ્ટનોએ પોતાનો મત રાખ્યો હતો. 
 

World Cup 2019: જાણો, બાઉન્ડ્રીના નિયમ વિશે શું બોલ્યા મોર્ગન અને વિલિયમસન

લંડનઃ આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલ મેચ સુપર ઓવર સુધી પહોંચી અને સ્કોર બરાબર રહેવાને કારણે બાઉન્ડ્રીના આધાર પર વિજેતાનો નિર્ણય થયો હતો. અત્યાર સુધી ઈતિહાસમાં સૌથી રોમાંચક વનડે મેચમાં ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે તે માટે જીતી શક્યું કે તેણે મેચમાં ન્યૂઝીલેન્ડ કરતા વધુ બાઉન્ડ્રી ફટકારી હતી. મેચ બાદ પત્રકાર પરિષદમાં બંન્ને ટીમના કેપ્ટનોને બાઉન્ડ્રી નિયમ વિશે પૂછવામાં આવ્યું હતું. એક તરફ જ્યાં મોર્ગને કહ્યું કે, નિયમ પર તેનું કોઈ નિયંત્રણ નથી, તો વિલિયમસને કહ્યું કે, તેના વિશે વિચારીને મેદાનમાં ઉતર્યા નહતા. 

શું કહ્યું મોર્ગને
મોર્ગને કહ્યું, 'જો તમે મને કોઈ વિકલ્પ આપશો તો હું બંન્ને વચ્ચે તુલના કરવા ઈચ્છીશ. પરંતુ અત્યારે હું કોઈ વિકલ્પ વિશે ન વિચારી શકું. નિયમને બનાવ્યાનો ઘણો સમય થઈ ગયો છે અને અમારૂ તેના પર કોઈ નિયંત્રણ નથી. તેણે મેચમાં શાનદાર પ્રદર્શન કરતા માટે ન્યૂઝીલેન્ડની પ્રશંસા કરી હતી. મોર્ગને પોતાની જીત માટે ટીમ, સપોર્ટિંગ સ્ટાફ અને અને તે તમામ લોકોનો આભાર માન્યે છે છેલ્લા ચાર વર્ષથી તેની તૈયારીમાં યોગદાન આપી રહ્યાં હતા.'

વિલિયમસનઃ કોઈએ વિચાર્યું નહતું
બીજીતરફ વિલિયમસને કહ્યું, 'તમે જાણો છો કે નિયમ શરૂઆતથી આવો છે કોઈએ વિચાર્યું નહતું કે આ રીતે પરિણામ આવશે, પરંતુ હા તેનો સહન કરવું મુશ્કેલ છે જ્યારે બંન્ને ટીમોએ મુશ્કેલ રમત રમી હોય. શાનદાર મેચ રહી અને તમે બધાએ તેનો આનંદ માણ્યો. વિલિયમસને પોતાના ખેલાડીઓના પ્રદર્શન પર પણ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો અને ઈંગ્લેન્ડને જીતનું હકદાર ગણાવ્યું હતું.'

મેચમાં જતા પહેલા તે વિચારતા નથી
વિલિયમસને કહ્યું, 'નિયમ છે અને મેચમાં જતા પહેલા તે વિચારતા નથી કે અમારી વધુ બાઉન્ડ્રી હશે અને બે પ્રયાસો બાદ મુકાબલો ટાઈ રહ્યો તો અમે જીતી જશું. હું તેના વિશે જાણતો નથી કે અમે બાઉન્ડ્રી કેટલી ફટકારી પરંતુ અમે છોડા પાછળ હતા. હા, મેચ ખુબ મુશ્કેલ હતી. ત્યારબાદ પણ વિલિયમસને ઈંગ્લેન્ડને જીતનો શ્રેય આપતા કહ્યું કે, તે ટીમ ટાઇટલની હકદાર હતી.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news