3 january petrol price News

ઓઈલ કંપનીઓની આ 'ટ્રિક'થી વધુ સસ્તુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ, જાણો આજના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય વધવાના લીધે આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. જોકે, ઓઇલ કંપનીઓ પાસે એક એવી ટ્રિક છે કે જો તે ઇચ્છે તો પેટ્રોલ-ડીઝલ એક-થી બે રૂપિયા સસ્તુ થઇ શકે છે. ઓક્ટોબરથી અત્યાર સુધી ક્રૂડ ઓઇલના ભાવમાં 37-40 ટકાનો ઘટાડો આવ્યો છે, પરંતુ પેટ્રોલ-ડીઝલ 17-18 ટકા જ સસ્તું થયું છે. આ એટલા માટે કારણ કે માર્કેટિંગ માર્જિન પર અત્યાર સુધી ઓઇલ કંપનીઓ એક રૂપિયાની જે રાહત આપી રહી હતી તે બંધ કરી દેશે. પરંતુ જો ક્રૂડના ભાવમાં અહીથી કંઇક ઘટે છે, તો પેટ્રોલ-ડીઝલના ભાવ એકથી બે રૂપિયા સુધી ઓછા થઇ જશે. આ ઓઇલ કંપનીઓ પોતાનું માર્કેટિંગ માર્જિન થોડા દિવસ વધુ નીચે રાખે તો પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા જ રહેશે. 
Jan 3,2019, 10:40 AM IST

Trending news