Aatma nirbhar yojana News

લોન લેવા રાજકોટવાસીઓ કોરોના, ગરમી, સોશિયલ ડિસ્ટન્સિંગ બધુ જ ભૂલ્યા, 800થી વધુ ફોર્મ
આજથી રાજ્યમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana)ના ફોર્મ વિતરણની શરૂઆત થઈ હતી. જોકે, કોઈ પણ પ્લાનિંગ અને સૂચના વગર આ જાહેરાત થઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. લગભગ દરેક શહેરોમાં ફોર્મ મેળવવા બેંકોની બહાર લાંબી લાઈનો લાગી હતી. ત્યારે રાજકોટમાં સવારે 1 લાખ રૂપિયાની લોન લેવા લોકોએ જિંદગી દાવ પર મૂકી તેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા. સહકારી બેંકો પર લોન માટે ફોર્મ મેળવવા લોકોએ બેંક બહાર લાંબી લાઇનો લગાવી છે. પરંતુ ફોર્મ લેવા પહોંચેલ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ભૂલી ગયા હતા. પારેવડી ચોક સ્થિત નાગરિક બેંક બહાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી. બેંક ખૂલે એ પહેલા લગભગ 700થી 800 લોકોનું ટોળુ બેંક બહાર ઉભું હતું. તો બીજી તરફ, આ બેંકમાં વધુ ફોર્મ આવ્યા ન હોવાથી પ્રિન્ટર પરથી પ્રિન્ટ કાઢીને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. તો કેટલાક લોકોને ઓનલાઈન ફોર્મ મેળવી લેવા કહેવામાં આવ્યું હતું. 
May 21,2020, 14:10 PM IST
2%ની લોન લેવા ગુજરાતના દરેક શહેરોમાં સવારથી લાઈનમાં ઉભા છે લોકો, બેંકોએ કહ્યું- ફોર્
May 21,2020, 11:57 AM IST

Trending news