Cm arvind kejriwal News

આયા મોસમ પબ્લિક કો રિઝાને કા? PM મોદી, CM અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી સભાઓ ગજવશે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ લગભગ લગભગ તમામ પક્ષોએ કરી છે. તમામ પક્ષો પોત પોતાના સ્ટાર પ્રચારકો અને દિગ્ગજ નેતાઓને પુરજોરમાં પ્રચાર પ્રસારમાં જોતરી દીધા છે. તેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો રાજ્યમાં તાબડતોબ તૈયારીઓ કરીને રેલીઓ કરી રહ્યા છે. તેવામાં 10 મેના રોજ કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. તો બીજી તરફ 11 મેના રોજ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભાઓ ગજવશે અને સૌરાષ્ટ્રના લોકોને રિઝવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડીયે રાજકોટમાં આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. 
May 7,2022, 16:48 PM IST
Covid 19 ને મ્હાત કરતું દિલ્હી સરકારનું રામબાણ 'ઓપરેશન શિલ્ડ' કોરોના પર સંપુર્ણ કાબુ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસના હોટસ્પોટ ધરાવતા 2 વિસ્તારોમાં ઓપરેશન શિલ્ડની સફળતાની જાહેરાત કરી હતી. વસુંધરા એન્કલેવ અને ખિચડીપુરમાં ઓપરેશન શીલ્ડ સફળ રહ્યું. બંન્ને સ્થળોને 31 માર્ચ સુધી સંપુર્ણ સીલ કરી દેવાયા હતા. ગત્ત 15 દિવસમાં કોવિડ 19 નો એક પણ કેસ આ સ્થળો પરથી છેલ્લા 15 દિવસમાં સામે નથી આવ્યો. વસુંધરા એન્કલેવનાં મનસારા એપાર્ટમેન્ટમાં 1 કોરોના વાયરસ પોઝિટિવ વ્યક્તિ મળી આવ્યો હતો. એટલા માટે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો હતો. કોરોના વાયરસ રિપોર્ટ પહેલા તે વ્યક્તિએ તમામ જાહેર સુવિધાઓનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ આ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો હતો. દિલ્હી સરકારે 188 ઘરોમાં ડોર ટુ ડોર સર્વે અને ચેકિંગ કર્યું હતું.
Apr 17,2020, 1:01 AM IST

Trending news