Covid 19 2 News

‘મારું હોમ ક્વોરેન્ટાઈન પૂરુ થાય એટલે બમણા જુસ્સાથી કોરોનાના દર્દીઓની સારવારમાં ફરી
‘બસ આ હોમ ક્વૉરન્ટાઇનનો સમયગાળો પૂરો થવાની રાહ જોઉં છું. પછી ફરીથી હોસ્પિટલે જઈને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં જોડાઈ જવું છે, એ પણ બમણા જોશથી...’  કામ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ પ્રત્યેની જવાબદારીથી ભારોભાર છલકાતા આ શબ્દો છે પાટણની ધારપુર જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં ડૉ. નિધિ છૈંયાના. મૂળ ઉપલેટાનાં ડૉ. નિધિ સતત છેલ્લા ચાર મહિનાથી પરિવારથી દૂર રહીને હોસ્પિટલમાં ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર તરીકે ફરજ બજાવે છે. દરમિયાન, આઇસોલેશન વૉર્ડમાં ડ્યુટી વખતે અન્ય ચાર આરોગ્યકર્મીઓની સાથે ડૉ. નિધિનો COVID-19 ટેસ્ટ પણ પોઝિટિવ આવતાં તેઓ સારવાર બાદ સ્વસ્થ થતાં હાલ તેમને હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.
May 30,2020, 15:07 PM IST
અમદાવાદના વિપક્ષી નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
May 30,2020, 14:27 PM IST
માત્ર 6 મહિનાની દીકરીને સાસુ પાસે મુકીને કોરોનાના દર્દીઓની સેવામાં બિઝી રહે છે ડૉ. ક
May 29,2020, 12:04 PM IST
ફ્રન્ટલાઈન વોરિયર્સ પર કોરોનાનો કહેર, અમદાવાદના 197 ડોક્ટરો ઝપેટમાં આવ્યા
May 29,2020, 8:47 AM IST
ગુજરાતના 2 જજોની બદલી અંગે મોટી સ્પષ્ટતા: બદલી નહિ, માત્ર રોસ્ટર ચેન્જ થયું છે
May 29,2020, 8:10 AM IST
ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક યોજાઈ, ગુજરાતને ફરીથી ધબકતુ કરવા ચર્ચા કરાઈ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પુનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આ ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાઇ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી આર.સી. ફળદુ, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ તેમજ ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ પણ આ બેઠકમાં જોડાયા હતા. 6 સભ્યોની આ સમિતિમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત જે તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે, તેમાં વિજય રૂપાણીએ આ સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્સ કન્સલટન્ટ મુકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદીપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિયુક્તિ કરી છે. 
May 28,2020, 14:27 PM IST
ચમત્કારો સર્જનાર ચુંદડીવાળા માતાજીને ભક્તોએ ભારે હૃદય સાથે અંતિમ વિદાય આપી
May 28,2020, 14:08 PM IST
રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર, લોકડાઉનમાં આજથી રાજકોટ-મુંબઇ વચ્ચે શરૂ
કોરોના સંક્રમણને રોકવા માટે પૂરા દેશમાં થયેલા લોકડાઉનને હળવું કરાયું છે. જેને પગલે સોમવારથી દેશભરમાં હવાઈ સેવા શરૂ થઈ ત્યારે રાજકોટ એરપોર્ટ પરથી પણ બે માસ બાદ આજથી મુંબઈની પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરી રાજકોટ પહોંચી હતી. સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઈની સવારના સમયે ફ્લાઇટ શરૂ થઈ હતી. જેમાં આજે પ્રથમ ફ્લાઈટમાં 122 માંથી 75 સીટ પર મુસાફરોએ મુસાફરી કરી રાજકોટ પહોંચ્યા હતા. મુસાફરો ફ્લાઇટમાંથી ઉતરતાની સાથે જ તેઓને રાજકોટ એરપોર્ટ પર હેલ્થ ચેકઅપ કરી બહાર જવા દેવામાં આવ્યા હતા. સાથે જ રાજ્ય બહારથી પ્રયાણ છતાં તમામને નહિ, પરંતુ કોરોનાના લક્ષણો ધરાવનારાઓને જ ક્વોરેન્ટાઈન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે એક પણ વ્યક્તિને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા નથી. 
May 28,2020, 10:31 AM IST
રાજકોટમાં કોરોના 100ને પાર, લોકલ સંક્રમણ નહિ અટકે તો કોરોના રંગીલા રાજકોટ માટે ચિંતા
May 28,2020, 11:44 AM IST
આજથી ગુજરાતમાં ધોરણ-12 સાયન્સની માર્કશીટનું વિતરણ શરૂ
આજથી ધોરણ 12 સાયન્સની માર્કશીટ સહિત તમામ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી માર્કશીટ, કેરેક્ટર સર્ટિફિકેટ, બોનાફાઈટ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી મેળવી શકશે. શિક્ષણ વિભાગના દિશા-નિર્દેશો મુજબ તકેદારી રાખવા શાળાઓએ તૈયારીઓ કરી લીધી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, વિદ્યાર્થીઓ ફરજીયાત માસ્ક પહેરે અને શાળા પર સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા તેવી કડક સૂચનાઓ તમામ શાળાઓને શિક્ષણ વિભાગે આપી છે. માર્કશીટ આપવા માટે 10-10 ના ગ્રુપમાં વિદ્યાર્થીઓને બોલાવવા માટે સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે. અડધા અડધા કલાકના અંતરે વિદ્યાર્થીઓને ફોન કરીને શાળાઓએ બોલાવવાના રહેશે. વિદ્યાર્થીઓના ગ્રુપ ફોટો, રાસ ગરબાનું આયોજન શાળામાં ન થાય તેવી સ્પષ્ટ સૂચના અપાઈ છે. 
May 28,2020, 9:07 AM IST
ભરૂચ : રમઝાનની ઉજવણી કરવા હજારો લોકો નર્મદા કાંઠે એકઠા થયા, પોલીસ આવતા નાસભાગ મચી
May 28,2020, 8:13 AM IST
બિયારણના વધુ રૂપિયા વસૂલતી કંપની સામે કાર્યવાહી કરાશે : કુંવરજી બાવળિયા
ગુજરાત રાજ્યની કેબિનેટ કક્ષાની આજ રોજ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટની કલેક્ટર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સ મારફતે કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયા અને કુંવરજી બાવળિયા જોડાયા હતા. લોકડાઉનના પગલે કેબિનેટની બેઠક વીડિયો કોન્ફરન્સ મારફત કરવામાં આવી રહી છે. આજે રાજકોટ ખાતે વીડિયો કોંફોરન્સ મારફત કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કુંવરજીભાઇ બાવળીયા મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાઇ તે માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પીવાના પાણી ની અછત હતી ત્યાં અધિકારીઓને સાથે રાખી પીવાના પાણી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મોટાભાગના વિસ્તારમાં પાઇપલાઇન મારફત પાણી આપવામાં આવે છે અને જ્યાં પાઇપલાઇન ન હોય ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડવા નિર્ણય કરવામાં આવ્યો છે. 
May 27,2020, 13:47 PM IST

Trending news