Home department News

ગુજરાતને નશામુક્ત રાખનાર આ વિભાગ સાથે પગાર મુદ્દે 1967થી ઓરમાયું વર્તન, હવે કરી ખાસ
 ગુજરાત પોલીસ દ્વારા ગ્રેડ પે મુદ્દે આંદોલન છેડવામાં આવ્યું હતું. જો કે પોલીસ વડા અને ગૃહમંત્રી દ્વારા બાંહેધરી બાદ આ આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. જો કે ગૃહખાતાના જ એક વિભાગ સાથે વર્ષોથી ઓરમાયુ વર્તન થતું હોવાના આરોપ સાથે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા હવે સરકાર વિરુદ્ધ બાંયો ચડાવવામાં આવી છે. સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે, અમારી સાથે 1967 થી અન્યાય થઇ રહ્યો છે જેને હવે દુર કરવામાં આવે. ગૃહખાતાના મહત્વના વિભાગ અને રાજ્યમાં નશાબંધીની મહત્વની કામગીરી કરનાર આ વિભાગ સાથે ઓરમાયું વર્તન થાય તે યોગ્ય નથી. સરકારે આ અંગે વિચારણા કરવી જોઇએ.આ સંબંધિત માંગણી સાથે હવે આ વિભાગે આવેદન પત્ર આપવાનું પણ શરૂ કર્યું છે. 
Oct 30,2021, 16:33 PM IST

Trending news