Jitu waghani News

જીતુ વાઘાણી ભાવનગર પહોંચીને પવિત્ર ભુમી સામે નતમસ્તક, આશિર્વાદ યાત્રામાં નાગરિકોનો આ
રાજ્યના શિક્ષણ કેબિનેટ મંત્રી પદે નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત માદરે વતન ભાવનગર આવેલાં નવનિયુક્ત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા. તેમણે ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમાં નારી ચોકડી ખાતે પહોંચી શિશ નમાવીને ભાવેણાંની પવિત્ર ધરતીને નમન કર્યું હતું. શિક્ષણમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભાવનગર આવેલા જીતુ વાઘાણીનું ભાજપના આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ તેઓએ ભાવનગર શહેર કક્ષાની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. યાત્રાના પ્રારંભે શહેર ભાજપ સંગઠને સાફા પહેરેલી ૧૫૧ બહેનો મારફતે મંત્રી વાઘાણીનું અદકેરૂં અભિવાદન કર્યું હતું. આ તકે, સંતો મહંતોએ ખાસ ઉપસ્થિત રહી નવનિયુક્ત મંત્રીને આશીર્વચન પાઠવ્યા હતા.
Oct 10,2021, 0:07 AM IST
ભાવનગરની જાહેર સભામાં CM સામે જીતુ વાઘાણીએ વાટ્યો ભાંગરો, પાટીલે કહેવું પડ્યું શું બ
ભાવનગરમાં ભાજપ દ્વારા પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. જો કે આ સભા વિશેષ રહી હતી. આ સભામાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા ભાંગરો વાટવામાં આવ્યો હતો. જીતુવાઘાણીએ ભાંગરો વાટતા આર.સી ફળદુને પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા. જેના પગલે થોડા સમય માટે મુખ્યમંત્રી અને પાટીલ બંન્ને અસહજ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયનાં સ્ટાર પ્રચારક જીતુ વાઘાણીનો સમાવેશ આ વખતે સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ થયો નથી. સી.આર પાટીલનાં આવ્યા બાદ વાઘાણીને કદ એટલા વેતરી નાખવામાં આવ્યા છે. જેના કારણે પક્ષમાં હાલ તેઓ હાંસીયામાં ધકેલાઇ ગયા છે. તેવામાં સભામાં તેમણે વાટેલો ભાંગરો તેમને વધારે ભારે પડી શકે છે. 
Feb 12,2021, 23:01 PM IST
‘કોંગ્રેસ એક નેતા જાહેર કરે તો સારું, બે મોટા નેતાઓ વચ્ચે ભાજપના ત્રણેય નેતાઓ જીતી ગ
રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ ગુજરાતમાં રાજકારણનું જોર વધવા લાગ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના નેતાઓની રાજીનામાની અટકળો ચાલી રહી છે. ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ, વિધાનસભા ચાલુ હતી. કોઈ વ્યક્તિ રાજ્યમાં સંક્રમિત હતું નહિ, એ વખતે કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાન જતા રહ્યા. તે સમયે વિધાનસભા પણ વહેલી પૂરી કરી. ત્યારે પણ કોંગ્રેસ જયપુર હતી. ગત વખતે અહેમદભાઈ ચૂંટણી લડતા હતા, ત્યારે આખા દેશની કોંગ્રેસ એક બની હતી. કોંગ્રેસે અરીસામાં જોવું જોઈએ. ભૂતકાળમાં કોંગ્રેસ સમયે ક્રોસ વોટિંગથી ભાજપના ઉમેદવારો જીત્યાના દાખલા છે. હું કોંગ્રેસને પૂછવા માગીશ કે, રાજપા કેવી રીતે બન્યું. કોણે તોફાન કર્યા હતા. માઇક કોણે ફેંક્યા હતા. 2007માં ભાજપના ધારાસભ્યને લઈ જવાનો પ્રયાસ થયો હતો. જે લઈ ગયા હતા કેમ લઈ ગયા હતા એ જવાબ આપે. પહેલા કોંગ્રેસ 2013માં ચૂંટણી ન હતી, પણ કેટલાક ધારાસભ્ય કેમ કોંગ્રેસ છોડીને ગયા હતા. 
Jun 4,2020, 15:49 PM IST

Trending news