New gidc in 8 districts News

રાજ્યના 8 જિલ્લામાં નવી GIDC, 5 જિલ્લામાં નવા બહુમાળી શેડ અને મોડેલ એસ્ટેટ બનાવાશે
મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચારૂપ, પાટણ ખાતે જી.આઇ.ડી.સી.ના ૨૬૪ પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી ફાળવણી કરી. એમ.એસ.એમ.ઈ સેકટરથી જ ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. રાજ્યના ૮ જિલામાં ૯૮૭ હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને ૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મિટરના ૨૫૭૦ પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી ૫૦ હજાર ચોરસ મિટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે. નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટીંગ/પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, કડજોદરા-ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો એંસિલરી ઉદ્યોગ, નાગલપર-રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઓદ્યોગ તથાઆણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે.
Jan 22,2021, 16:50 PM IST

Trending news