રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ News

રાષ્ટ્રપતિના આગમન પહેલા કેવડિયામાં ફરી 18000 લોકોના થશે કોરોના ટેસ્ટ
કેવડિયામાં ફરી 18000 લોકોના કોરોના ટેસ્ટ થશે. દેશના રાષ્ટ્પતિ આવવાનાને કારણે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આજથી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. 48 જેટલી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે ગાંધીનગરમાંથી 10 હજાર રેપીડિટેસ્ટ કીટ મંગાવાઇ છે. એક તરફ રાજ્યમાં કોરોના કહેર વધી રહ્યો છે. ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા sou પાસે કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. 25,26 અને 27 વિધાનસભા, રાજ્યસભા અને લોકસભાના સ્પીકર સહિત અન્ય અધિકારીઓનો સેમીનાર યોજવવાનો છે. 26મીના રોજ PM મોદી અને ગ્રહમંત્રી અમિત શાહ પણ આ કોન્ફરન્સમાં આવી શકે છે જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
Nov 18,2020, 21:45 PM IST
હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું
કૃષિ સંબંધિત બિલ લાવનારી મોદી સરકારને મોટો આંચકો લાગ્યો જ્યારે કેન્દ્રીય મંત્રી અને શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના રાજીનામાને સ્વીકારી લીધુ અને તેમની જગ્યાએ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ભાજપની સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દળ આ કૃષિ બિલોનો વિરોધ કરી રહી છે. ગુરુવારે જ્યારે લોકસભામાં બિલ રજુ કરાયા તો શિરોમણી અકાલના સાંસદ સુખબીર સિંહ બાદલે તેનો વિરોધ કર્યો અને ઝટકો આપતા કહ્યું હતું કે હરસિમરતકૌર બાદલ મંત્રીપદેથી રાજીનામું આપી દેશે. જો કે શિરોમણી અકાલી દળનું સરકારને સમર્થન ચાલુ રહેશે. 
Sep 18,2020, 7:14 AM IST

Trending news