આજથી શરૂ થઇ તમારી ફેવરિટ કારનું બુકિંગ, જાણો શું છે કિંમત

આવી ગઇ છે Hyundai ની નવી કાર Hyundai Venue. આ કારની બુકિંગ આજથી શરૂ થઇ ગઇ છે અને આ કાર ભારતમાં 21 મેના રોજ સત્તાવાર રીતે લોન્ચ થવાની છે. તેની એક્સ શોરૂમ કિંમત 8-11 લાખની વચ્ચે રહેવાની છે. ડીલર સોર્સેઝના અનુસાર, વેન્યૂનું સત્તાવાર બુકિંગ 2 મે 2019થી શરૂ થશે. કસ્ટમર પોતાની નજીકના હ્યુંડાઇ શોરૂમમાંથી 25000 રૂપિયાની ટોકન એમાઉન્ટ આપીને તેને બુક કરાવી શકે છે. 
આજથી શરૂ થઇ તમારી ફેવરિટ કારનું બુકિંગ, જાણો શું છે કિંમત

નવી દિલ્હી: આવી ગઇ છે Hyundai ની નવી કાર Hyundai Venue. આ કારની બુકિંગ આજથી શરૂ થઇ ગઇ છે અને આ કાર ભારતમાં 21 મેના રોજ સત્તાવાર રીતે લોન્ચ થવાની છે. તેની એક્સ શોરૂમ કિંમત 8-11 લાખની વચ્ચે રહેવાની છે. ડીલર સોર્સેઝના અનુસાર, વેન્યૂનું સત્તાવાર બુકિંગ 2 મે 2019થી શરૂ થશે. કસ્ટમર પોતાની નજીકના હ્યુંડાઇ શોરૂમમાંથી 25000 રૂપિયાની ટોકન એમાઉન્ટ આપીને તેને બુક કરાવી શકે છે. 

ક્રૂજ શિપ પર થઇ હતી અનવીલ
હ્યુંડાઇએ આ SUV ને ગત અઠવાડિયે અરબ સાગરમાં એક ક્રૂજ શિપ પર અનવીલ કર્યું હતું. ભારતની સાથે તેનો ન્યૂયોર્ક મોટર શોમાં ગ્લોબલ ડેબ્યૂ થઇ હતી. આ સાથે જ તેના ટેક્નિકલ સ્પેસિફિકેશન્સ અને ફીચર્સની નક્કર ડિટેલ સામે આવી હતી. 

એંજીન સ્પેસિફિકેશન્સ
આવો તમને જણાવી દઇએ કે હ્યુંડાઇ વેન્યૂમાં 3 એંજીન ઓપ્શંસ છે- 1.0 લીટર પેટ્રોલ, 1.2 લીટર પેટ્રોલ અને 1.4 લીટર ડીઝલ એંજીન. વેન્યૂનો 1.0 લીટર, 3 સિલિંડર ટર્બોચાર્ઝ્ડ પેટ્રોલ એંજીન 6 સ્પીડ મેન્યૂઅલ ટ્રાંસમિશન સાથે આવશે અને આ 120 BHP પાવર અને 171 NM નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એંજીન સાથે 7 સ્પીડ ડીસીટી ટ્રાંસમિશનનો વિકલ્પ પણ છે. 

1.2 લીટર, 4 સિલિંડર પેટ્રોલ એંજીન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે આવશે અને આ એંજીન 83 BHP મેક્સિમમ પાવર અને 114 NM નો પીક ટોર્ક જનરેટ કરે છે. તો બીજી તરફ 1.4 લીટર, 4 લીટર ડીઝલ એંજીનમાં 6 સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન હશે અને આ 90 BHP ની મેક્સિમમ પાવર અને 219 NM નો પીક ટોર્ક જનરેટ કરે છે. 

આ ખાસ ટેક્નોલોજીથી સજ્જ છે Hyundai Venue
તેનું સૌથી મોટું આકર્ષણ બ્લૂલિંક ટેક્નોલોજી છે, જેમાં 33 ફીચર્સ સામેલ છે. ખાસ વાત એ છે કે તેમાંથી 10 ફીચર્સને ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. વેન્યૂ ભારતની પ્રથમ કનેક્ટેડ SUV છે. બ્લૂલિંક માટે વોડાફોન આઇડિયા કારમાં એક ઇ-સિમ આપશે, જે 4G નેટવર્ક પર કામ કરશે. આ ડિવાઇસ રિયલ ટાઇમ ટ્રાફિક નેવિગેશન અને લાઇવ લોકલ સર્ચને પણ પ્રોજેક્ટ કરે કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news