SUV Cars ખરીદવાનો પ્લાન છે પણ બજેટ ઓછું છે? Don't Worry આ છે બેસ્ટ ઓપ્શન

SUV Budget Cars: ભારતમાં SUV કારની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે, હવે ઓટો કંપનીઓ હેચબેકની કિંમતમાં SUV ફિલિંગ આપતી કાર આપી રહી છે. તમે 6 થી 9 લાખ સુધીના બજેટમાં SUV કારની સવારી કરી શકો છો.

SUV Cars ખરીદવાનો પ્લાન છે પણ બજેટ ઓછું છે? Don't Worry આ છે બેસ્ટ ઓપ્શન

Cheapest SUV in india: ભારતમાં SUV કારની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે, હવે ઓટો કંપનીઓ હેચબેકની કિંમતમાં SUV ફિલિંગ આપતી કાર આપી રહી છે. તમે 6 થી 9 લાખ સુધીના બજેટમાં SUV કારની સવારી કરી શકો છો.

1. ટાટા નેક્સોન (TATA NEXON)
TATA નેક્સોનની શરૂઆતની ઓનરોડ કિંમત 8.20 લાખ રૂપિયા છે. આ કારમાં 1,497 CC સુધીનું એન્જિન મળે છે. ટાટા નેક્સોન પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ઉપલ્બધ છે. આ એક 5 સીટર કાર છે.

2. રેનો કાઈગર (RENO KIGER)
રેનો કાઈગરમાં 990CCનું એન્જિન આપવામાં આવ્યું છે. આ કારની શરૂઆતની કિંમત 5.45 લાખ રૂપિયા છે. કાઈગરના ટોપ મોડલની કિંમત 9.55 લાખ રૂપિયા (શોરૂમ) છે. આ કાર અનેક કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ હોય છે. કાઈગરમાં પેટ્રોલ વેરીઅન્ટ એન્જિન હોય છે. આ એક SUVની ફિલીંગ આપે છે.

3. કિઆ સોનેટ (KIA SONET)
KIA SONET પણ એક કોમ્પેક્ટ SUV કાર છે. આ કારમાં 1493CCનું એન્જિન મળે છે. આ કારમાં પેટ્રોલ અને ડીઝલ એન્જીન વિકલ્પ મળી રહે છે. કિઆ સોનેટ 5 સીટર કાર છે. આ કાર સપ્ટેમ્બર 2020માં લોન્ચ થઈ હતી. આ કારની શરૂઆતની ઓન રોડ કિંમત 7.86 લાખ રૂપિયા છે.

4.ટાટા પંચ ( TATA PUNCH )
ટાટા મોટર્સની હાલમાં જ લોન્ચ થયેલી પંચ કારની શ્રેષ્ઠ કારોમાં તુલના થઈ રહી છે.આ કારની એક્સ શો રૂમ કિંમત 5.49 લાખ રૂપિયા છે. GLOBAL NCAP તરફથી કારને ફાઈવ સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યા છે. આ કાર જુદા જુદા કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.

5.નિસાન મેગ્નાઈટ (NISSAN MAGNITE)
નિસાનની સૌથી વધુ ડિમાન્ડમાં રહેતી આ SUV કારની એક્સ શોરૂમ કિંમત 5.59 લાખ રૂપિયા છે. આ SUV બે એન્જિનમાં ઉપલબ્ધ છે. પહેલું એન્જિન 1.0 લીટર ટર્બો પેટ્રોલ છે, જે 99 bhpની પાવર અને 160nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને CVT ગિયરબોક્સના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.

6. હ્યુનડાઈ વેન્યૂ (HYUNDAI VENUE)
હ્યુનડાઈ વેન્યૂ એક 5 સીટર SUV છે, આ SUVની શરૂઆતની કિંમત 7.90 લાખ રૂપિયા છે. આ કાર 1,493CCનું એન્જિન ઉપલબ્ધ છે. આ કારમાં પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news