સસ્તા ઇન્ટરનેટના મામલામાં Jioને પછાડી દેશે આ કંપની, શરૂ થવાની છે સર્વિસ

સસ્તી ડેટા સુવિધા માટે ડેટાવિંડે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) સાથે કરાર કર્યો છે

સસ્તા ઇન્ટરનેટના મામલામાં Jioને પછાડી દેશે આ કંપની, શરૂ થવાની છે સર્વિસ

નવી દિલ્હી : સ્માર્ટફોન યુઝર માટે સારા સમાચાર છે. હવે ગ્રાહકને માત્ર 1 રૂ.માં અનલિમિટેડ ડેટાની સુવિધા મળી શકે છે. માર્કેટમાં જ્યારથી રિલાયન્સ જિયો (Reliance Jio)માં એન્ટ્રી લીધી છે ત્યારથી તમામ કંપનીઓ ગ્રાહકોનો આકર્ષિક કરવા માટે સસ્તા પ્લાન લોન્ચ કરી રહી છે. હવે વાજબી કિંમતના સ્માર્ટફોન અને ટેબલેટ બનાવતી કંપની ડેટાવિંડે સસ્તા ડેટાની સુવિધા આુપવાની જાહેરાત કરી છે. આશા છે કે આ પછી માર્કેટમાં સ્પર્ધા વધી જશે. 

બીએસએનએલ સાથે કરાર
સસ્તી ડેટા સુવિધા માટે ડેટાવિંડે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) સાથે કરાર કર્યો છે. આ કરાર પછી ડેટાવિંડ કંપની દૈનિક 1 રૂ.માં અનલિમિટેડ ડેટાની સુવિધા શરૂ કરવાની છે. કંપનીના પ્રમુખ સુનીત સિંહ તુલીએ કહ્યું છે કે આ સુવિધા માટે બીએસએનએલ સાથે કરાર કરી દેવામાં આવ્યો છે અને આ મહિનાના મધ્ય સુધી આ સેવા શરૂ થઈ જશે. આ માટે કંપનીના પેટન્ટ એપ 'મેરાનેટ'નો ઉપયોગ કરવામાં આવશે. 

પહેલાં ઇન્ડોનેશિયામાં લોન્ચિંગ
સુનીત સિંહે જણાવ્યું કે આ એપને સૌથી પહેલાં ઇન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવી હતી જેને ગ્રાહકોનો સારો પ્રતિભાવ મળ્યો છે. મેરાનેટ ટેકનોલોજી પર આધારિત છે. આમાં ઇન્ટરનેટ પરથી આવતી ફાઇલોને કમ્પ્રેસ્ડ કરીને નાનકડી કરી દેવામાં આવે છે પણ એની ગુણવત્તા પર કોઈ અસર નથી થતી. સુનીત સિંહ તુલીએ જણાવ્યું છે કે હવે આ એપ બીએસએનએલના નેટવર્ક પર પણ કામ કરશે. આના માટે ગ્રાહકો પાસેથી પ્રતિ દિવસ એક રૂ. વસુલ કરી શકાશે. આ ઇન્ટનેટ ડેટા ઉપયોગ કરવાની કોઈ સીમા નહીં હોય. 

ઝડપી હશે બ્રાઉઝિંગ સ્પીડ
ઇન્ટરનેટ સ્પિડ વિશે સુનીત સિંહ તુલીએ કહ્યું છે કે સ્પીડ સેવા દેનાર કંપની અનુસાર હશે. જોકે આ બ્રાઉઝિંગ સ્પીડ બીજા કરતા વધારે હશે કારણ કે એમાં કમ્પ્રેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આ્વ્યો છે. સામાન્ય રીતે એક ફાઇલને ડાઉનલોડ કરવામાં 30-32 સેકંડ લાગે છે. આ ટેકનોલોજી પછી ફાઇલને માત્ર 1 કે 2 સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news