Children's Day: 7 વર્ષની બાળકીએ બનાવ્યું આજનું Google ડૂડલ, આપ્યો ખાસ મેસેજ

પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ (Jawaharlal Nehru) ની જયંતિના દિવસે દેશમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ (Children's Day) ઉજવવામાં આવે છે. ભારતના પહેલા વડાપ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂને બાળકો ખૂબ પસંદ હતા અને બાળકોને પણ તેમને પ્રેમથી ચાચા કહીને બોલાવતા હતા એટલા માટે તેમના જન્મદિવસને બાળ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.

Children's Day: 7 વર્ષની બાળકીએ બનાવ્યું આજનું Google ડૂડલ, આપ્યો ખાસ મેસેજ

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ (Jawaharlal Nehru) ની જયંતિના દિવસે દેશમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ (Children's Day) ઉજવવામાં આવે છે. ભારતના પહેલા વડાપ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂને બાળકો ખૂબ પસંદ હતા અને બાળકોને પણ તેમને પ્રેમથી ચાચા કહીને બોલાવતા હતા એટલા માટે તેમના જન્મદિવસને બાળ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. જવાહર લાલ નહેરૂ હંમેશા બાળકોને કહેતા હતા કે બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય છે, તેમનું પાલન-પોષણ હંમેશા સાવધાનીપૂર્વક કરવું જોઇએ. 

બાળ દિવસના અવસર પર સર્ચ એન્જીન Google એક ખાસ ડૂડલ દ્વારા સેલિબ્રિટ કરી રહ્યું છે. આ કલરફૂલ અને મીનિંગફૂલ ડૂડલને ગુરૂગ્રામની દિવ્યાંશી સિંઘલે તૈયાર કર્યું છે. 7 વર્ષની વિદ્યાર્થીનીની Google ડૂડલ થીમ 'વોકિંગ ટ્રીઝ' છે. જોકે આગામી પેઢીઓને જંગલની કાપણીથી બચાવવાનો સંદેશ આપે છે. 

રાષ્ટ્રીય વિજેતા દિવ્યાંશી સિંઘલને 5 લાખ રૂપિયાની કોલેજ સ્કોલરશિપ, અને 2 લાખ રૂપિયા સ્કૂલના ટેક્નોલોજી પેકેજ માટે મળશે. સાથે જ વિજેતાને અન્ય પુરસ્કારો ઉપરાંત ગૂગલના ભારતીય ઓફિસની હવાઇ યાત્રા કરાવવામાં આવશે. 

જોકે ગત 10 વર્ષોથી ગૂગલ સ્કૂલના બાળકોને Google ઇન્ડીયાના મુખપૃષ્ઠ માટે પોતાનું ડૂડલ બનાવવા માટે આમંત્રિત કરે છે. આ વર્ષનો વિષય હતો 'જ્યારે હું મોટી થઇ જઇશ, મને આશા છે...' Children's Day અથવા 'બાળ દિવસ' સમારોહનો ઉદ્દેશ્ય લોકોમાં બાળકોના અધિકારો અને શિક્ષણ વિશે જાગૃતતા ફેલાવવાનો અને વધારવાનો છે. 

આ અવસર પર આખા ભારતમાં સ્કૂલ અલગ-અલગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે અને બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરે છે. વિદ્યાર્થીઓના મનોરંજન માટે શિક્ષક અને મેનેજમેન્ટ વિભિન્ન કાર્યક્રમોમાં ભાગે લે છે. 

ચિલ્ડ્રન ડે પહેલાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યૂનિવર્સલ ચિલ્ડ્રન-ડે સાથે 20 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પરંતુ 1964માં જવાહરલાલ નહેરૂના મૃત્યું બાદ સંસદમાં એક પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો, જેમાં સર્વસંમત્તિથી તેમના જન્મદિવસને બાળ દિવસ અથવા ભારતમાં બાળ દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો. જવાહરલાલ નહેરૂને આધુનિક ભારતના વાસ્તુકાર પણ ગણવામાં આવે છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news