22 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ થશે Vivo U20, મળશે મોટી બેટરી

Vivo U10 નું અપગ્રેડ મોડલ ભારતમાં આ મહિને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ Vivo U20 થશે. ચીની સ્માર્ટફોન કંપનીએ થોડા મહિના પહેલાં U સીરીઝના સ્માર્ટફોન Vivo U10 ને ભારતમાં લોન્ચ કર્યું હતું. હવે વીવોએ કંફોર્મ કરી દીધું છે કે નવો Vivo U20 સત્તાવાર રીતે 22 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે.

22 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ થશે Vivo U20, મળશે મોટી બેટરી

નવી દિલ્હી: Vivo U10 નું અપગ્રેડ મોડલ ભારતમાં આ મહિને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ Vivo U20 થશે. ચીની સ્માર્ટફોન કંપનીએ થોડા મહિના પહેલાં U સીરીઝના સ્માર્ટફોન Vivo U10 ને ભારતમાં લોન્ચ કર્યું હતું. હવે વીવોએ કંફોર્મ કરી દીધું છે કે નવો Vivo U20 સત્તાવાર રીતે 22 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. Vivo U20 માટે લોન્ચ ડેટને કંફોર્મ કરવાની સાથે-સાથે તેની ડિઝાઇન અને કેટલાક સ્પેસિફિકેશન્સનો પણ ખુલાસો કર્યો છે.  

અમારી સહયોગી વેબસાઇટ ઇન્ડીયા ટુડે ટેકને સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે આ અપકમિંગ સ્માર્ટફોન Vivo U20 માં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh ની બેટરી મળશે. મહત્વની વાત એ છે કે આ 18W ફાસ્ટ ચાર્જ બોક્સ સાથે મળશે. 

આ ઉપરાંત તમને જણાવી દઇએ કે Vivo U20માં ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 675 AIE પ્રોસેસર મળશે. એવામાં Vivo U20 કંપનીનો ત્રીજો સ્માર્ટફોન હશે, જે આ ક્વોલકોમ સ્નૈપડ્રૈગન પ્રોસેસર સાથે આવશે. આ ઉપરાંત બાકી બે સ્માર્ટફોન્સ Vivo V17 Pro અને Vivo V15 Pro છે. કંપનીએ એ પણ ખુલાસો કર્યો છે કે અપકમિંગ Vivo U20 માં ગ્રેડિએન્ટ ડિઝાઇન મળશે.  

જાહેર કરવામાં આવેલી ઇમેજ અનુસાર Vivo U20 ના ફ્રન્ટમાં વોટરડ્રોપ નોચ, પાતળા બેજલ્સ અને રિયરમાં કેમેરા સેટઅપ મળશે. હાલ કેમેરા સ્પેસિફિકેશન્સ કંપનીએ જાહેર કર્યા નથી. ટીઝર ફોટોથી સ્પષ્ટ થાય છે કે તેમાં રિયર માઉન્ટેડ ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવશે. કંપનીએ એ પણ જાણકારી આપી છે કે આ સ્માર્ટફોન 6GB સુધી રેમ અને UFS2.1 સ્ટોરેજ સાથે આવશે. કંપનીએ એ પણ કંન્ફોર્મ કરી લીધું છે કે આ સ્માર્ટફોનનું વેચાણ અમેઝોન ઇન્ડીયા સાથે કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news