હવે રહ્યું છે Honda નું સૌથી તાકતવર સ્કૂટર Forza 750, જાણો ફીચર્સ

નવા ટીઝરમાં ફોર્ઝા રેંજના નવા મેક્સી-સ્કૂટર Forza 750 ની ઘણી ડિટેલ્સ સામે આવે છે. નવા Forza 750 ને 14 ઓક્ટોબર 2020ના રોજ યૂરોપિયન માર્કેટમાં રજૂ કરવામાં આવશે. 

હવે રહ્યું છે Honda નું સૌથી તાકતવર સ્કૂટર Forza 750, જાણો ફીચર્સ

નવી દિલ્હી: હોન્ડાની સૌથી મોટું અને તાકતવર સ્કૂટર આવી રહ્યું છે. હોન્ડાએ પોતાના આ નવા સ્કૂટર Forza 750 ના નવા ટીઝરનો વિડીયો રિલીઝ કર્યો છે. કંપની તરફથી આ બીજું ટીઝર છે. નવા ટીઝરમાં ફોર્ઝા રેંજના નવા મેક્સી-સ્કૂટર Forza 750 ની ઘણી ડિટેલ્સ સામે આવે છે. નવા Forza 750 ને 14 ઓક્ટોબર 2020ના રોજ યૂરોપિયન માર્કેટમાં રજૂ કરવામાં આવશે. 

Honda Forza 750 ના ટીઝરથી ખબર પડે છે કે નવા મેક્સી સ્કૂટરમાં એન્જીન પુશ ટૂ સ્ટાર્ટ/સ્ટોપ બટન હશે. સાથે જ સ્કૂટરમાં ફૂલી ડિજિટલ અને કલર્ડ ઇંસ્ટ્રૂમેન્ટ કલસ્ટર હશે, જોકે સ્પીડોમીટર, ટ્રિપ મીટર, એવરેજ ફ્યૂલ કંજ્પશન, ગિયર પોઝિશન ઇંડીકેટર અને ક્લોક જેવી ઇન્ફોર્મેશનને શો કરશે. 

Kia । Hyundai । Tata | Maruti

સ્કૂટરમાં હશે કેટલાક ધાંસૂ ફીચર
હોંડનાના નવા ફોર્જા 750 સ્કૂટરમાં ટૂ-વ્હીલરના ઇંસ્ટ્રૂમેન્ટ કલસ્ટરની સાથે સ્માર્ટફોન પેર કરવા માટે બ્લ્યૂટૂથ કનેક્ટિવિટી પણ આપવામાં આવી શકે છે. હોંડાના આ નવા સ્કૂટરમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અને મ્યૂઝિક મેનેજમેન્ટ જેવા ફીચર્સ પણ હશે. સ્કૂટરમાં ડેડિકેટેડ મોબાઇલ એપ્લિકેશન આપવામાં આવી શકે છે, જોકે સર્વિસ ઇન્ટરવલ, ઓડોમીટર અને ટ્રિપ મીટર રીડિંગ જેમ કે ડેટા શો કરશે. હોંડાએ અત્યાર સુધી પોતાના નવા ફોર્જા 750 સ્કૂટરના એન્જીનની ડિટેલ્સ શેર કરી નથી. 

નવા એન્જીનનો મળશે વિકલ્પ
એન્જીનને લઇને હાલ કોઇ જાણકારી સામે આવી નથી, પરંતુ આશા છે કે કંપની આ સ્કૂટર માટે ઓલ-ન્યૂ એન્જીનનો ઉપયોગ કરશે. યૂરોપીય બજારમાં ટૂ-વ્હીલર નિર્માતા હોંડા Forza 125 અને Forza 300 ને પહેલાંથી જ સેલ કરે છે. ફોર્જા 350 માં કંપની 329.6 સીસી એન્જીનનો ઉપયોગ કરે છે. જોકે યૂરો 5ના અનુરૂપ છે. ફીચર્સની દ્વષ્ટિએ ફોર્જા 350 મેક્સી-સ્કૂટર ઇલેક્ટ્રોનિક રૂપથી એડજસ્ટેબલ વિંડસ્ક્રીન, યૂએસબી ચાર્જર, ડુઅલ-ચેનલ  ABS અને બે હેલમેટ માટે મોટો સ્ટોરેજ એરિયા સાથે આવે છે. 

ડિઝાઇનના મામલે પણ બેજોડ 
વીડીયોમાં એલઇડી DRLS ની સાથે LED હેડલેમ્પ LED આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્કૂટરને કલર TFT ડિસ્પ્લે પણ મળશે. ઇંધણની ખપત, સ્પીડોમીતર, ફ્યૂલ ગેજ, રેવ કાઉન્ટૅર, ગિયર પોઝિશન ઇંડિકેટ જેવી જાણકારી હશે. પુશ સ્ટાર્ટ બટન અને રાઇડિંગ મોડ પન જોઇ શકો છો. હોંડા ફોર્જા સ્કૂટર બ્લ્યૂટૂથ કનેક્ટિવિટી અને એડજેસ્ટેબલ ટ્રેકશન કંટ્રોલ સિસ્ટમથી સજ્જ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news