Phalodi Satta Bazar: દિલ્હીમાં BJP ને લાગશે ઝટકો, સટ્ટા બજારે AAP-કોંગ્રેસને આપી આટલી સીટો!

Phalodi Satta Bazar Prediction on Delhi: ફલોદી સટ્ટા બજાર (Phalodi Satta Bazar) દિલ્હીની 7 લોકસભા સીટોને લઇને અનુમાન જાહેર કર્યું છે. ભાજપને ગત વખત કરતાં ઓછી સીટો મળવાનું અનુમાન છે. 

Phalodi Satta Bazar: દિલ્હીમાં BJP ને લાગશે ઝટકો, સટ્ટા બજારે AAP-કોંગ્રેસને આપી આટલી સીટો!

Phalodi Satta Bazar Prediction on Delhi: દિલ્હીની 7 લોકસભા સીટો પર 25 મે 2024 ના રોજ મતદાન થશે. અહીં આપ (AAP) અને કોંગ્રેસ (Congress) મળીને ભાજપ (BJP)  વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. ગત બે ચૂંટણીમાં ભાજપને અહીં 7 માંથી 7 સીટો જીતી છે. 

ઉલ્લેખનીય છે કે દિલ્હીની 7 સીટો પર 162 ઉમેદવાર મેદાનમાં છે. મનોજ તિવારી-કન્હૈયા કુમારની ઉત્તર-પૂર્વ દિલ્હી સીટ માટે સૌથી વધુ 28 ઉમેદવારો મેદાનમાં છે. ઉત્તર પૂર્વ દિલ્હીથી મોટાભાગના ઉમેદવારો મેદાનમાં છે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે.

દિલ્હીમાં ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી, પૂર્વ દિલ્હી, નવી દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી નામની સાત બેઠકો છે. 2024ની ચૂંટણી દિલ્હીમાં ખાસ રહેવાની છે, કારણ કે આ વખતે ભાજપ અને ઈન્ડિયા બ્લોક વચ્ચે સીધો મુકાબલો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સીટોની વહેંચણી કરી છે. દિલ્હીમાં ઈન્ડિયા બ્લોક ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીએ 4 સીટો પર અને કોંગ્રેસે 3 સીટો પર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. 

AAP-કોંગેસ જીતી શકે આટલી સીટો
ફલોદી સટ્ટા બજાર (Phalodi Satta Bazar) એ ભાજપને ઝટકો આપ્યો છે. તેમનું અનુમાન છે કે ભાજપને ગત ચૂંટણીના મુકાબલે 1 સીટ ઘટી શકે છે. આપ અને કોંગ્રેસના ગઠબંધનને 1 સીટ મળી શકે છે. તો બીજી તરફ ભાજપને 6 સીટો મળવાનું અનુમાન છે. જોકે અહીં જણાવવામાં આવ્યું છે કે આપ-કોંગેસ કઇ સીટ જીતી શકે છે. 

કેજરીવાલના બહાર નિકળ્યા બાદ બદલાયો માહોલ
આપ (AAP) કોંગ્રેસ (Congress) ન એક સીટ આપવા પાછળનું કારણ આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલની મુક્તિને ગણવામાં આવે છે. સટ્ટા બજારનું માનવું છે કે કેજરીવાલના છૂટ્યા બાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને વોટર્સમાં સહાનુભૂતિ છે. એટલા માટે ગઠબંધનને એક સીટ મળવામાં સફળતા મળી શકે છે. તમને જણાવી દઇએ કે કેજરીવાલની મુક્તિ પહેલાં ફલોદી સટ્ટા બજાર ગઠબંધનને એકપણ સીટ આપી રહ્યું ન હતું. 

આ છે દિલ્હીના મુખ્ય ઉમેદવાર 
- નોર્થ ઈસ્ટ દિલ્હી સીટ: મનોજ તિવારી BJP vs કન્હૈયા કુમાર કોંગ્રેસ
- દક્ષિણ દિલ્હી બેઠક: સાહિરામ પહેલવાન AAP vs રામવીર સિંહ બિધુરી BJP
- નવી દિલ્હી બેઠક: સોમનાથ ભારતી AAP vs બાંસુરી સ્વરાજ BJP
- પૂર્વ દિલ્હી બેઠક: AAPના કુલદીપ કુમાર vs BJP ના હર્ષ માલમોત્રા
- પશ્ચિમ દિલ્હી બેઠક: મહાબલ મિશ્રા AAP vs કમલજીત સેહરાવત
- ચાંદની ચોક બેઠકઃ પ્રવીણ ખંડેલવાલ BJP vs કોંગ્રેસના જેપી અગ્રવાલ
- ઉત્તર-પશ્ચિમ દિલ્હી બેઠક: યોગેન્દ્ર ચંદોલિયા BJP vs કોંગ્રેસના ઉદિત રાજ

Disclaimer:  સટ્ટા બજારના આંકલનથી પ્રભાવિત થયો નહી. સટ્ટો રમવો ગેરકાયદેસર છે. ZEE 24 KALAK સટ્ટા બજારના દાવાઓને સમર્થન કરતું નથી. આ અનુમાન ખોટા પણ હોઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news