MG Air EV: આવી રહી છે MG ની 'છોટુ' ઇલેક્ટ્રિક કાર, 300km સુધી દોડશે, બસ આટલી હશે કિંમત

MG Cheapest Electric Car: એમજી મોટર્સ પણ ભારતમાં પોતાની સૌથી સસ્તી કાર લાવવા જઇ રહી છે. એમજી મોટર્સે જાહેરાત કરી છે કે ઇન્ડીયન માર્કેટમાં એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક કાર MG Air EV આવવાની છે. તેના લોન્ચિંગની શરૂઆત 2023 માં થવાની છે. 

MG Air EV: આવી રહી છે MG ની 'છોટુ' ઇલેક્ટ્રિક કાર, 300km સુધી દોડશે, બસ આટલી હશે કિંમત

MG Air EV Launch Date: ભારતમાં ઇલેક્ટ્રિક ગાડીઓનું બજાર ઝડપથી વધી રહ્યું છે. ટાટા મોટર્સે તાજેતરમાં જ દેશની સૌથી ઇલેક્ટ્રિક કાર Tata tiago EV લોન્ચ કરી છે. આ ગાડીને પહેલાં જ દિવસે 10 હજારથી વધુ બુકિંગ મળી ગઇ. હવે એમજી મોટર્સ પણ ભારતમાં પોતાની સૌથી સસ્તી કાર લાવવા જઇ રહી છે. એમજી મોટર્સે જાહેરાત કરી છે કે ઇન્ડીયન માર્કેટમાં એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક કાર MG Air EV આવવાની છે. તેનું લોન્ચિંગ  2023 ની શરૂઆતમાં થવાની છે. એટલે કે અમે આ ગાડી 2023 Auto Expo માં જોવા મળી શકે છે. આવો જાણીએ આ ગાડી સાથે કેટલીક ડિટેલ્સ.

300KM સુધી દોડશે
ગ્લોબલ માર્કેટમાં આ ગાડીને Wuling Air ના નામે ઓળખવામાં આવશે. અ બે વર્જન-શોર્ટ વ્હેલબેસ (2 પેસેંજન્સ માટે) અને લોન્ગ વ્હીલબેસ (4 પેસેન્જર્સ માટે) માં આવે છે. જ્યાં શોર્ટ વ્હીલબેસ વર્જનમાં 17.3kWh નું બેટરી પેક મળે છે. જે 200km સુધીની રેંજ ઓફર કરે છે. લોન્ગ વ્હીલબેસ વર્જનમાં 26.7kWh ની મોટી બેટરી છે. જે ફૂલ ચાર્જમાં 300km નો દાવો કરે છે. તેમાં 40PS રિયર-ડ્રાઇવે ઇ-મોટર આપી છે. 

ડિઝાઇનની વાત કરીએ તો સાઇઝમાં એક નાની ગાડી છે. તેમાં બોક્સી પ્રોફાઇલ સાથે મોટા દરવાજા મળે છે. લાંબા વ્હીલબેસ વર્જનમાં એક નાની રિયર વિંડો પણ છે. તેમાં આગળની તરફ ફેલાયેલી લાઇટ બાર છે જે ORVMs સુધી પહોંચે છે. 

ડાયમેંશનની વાત કરીએ તો કારમાં 2,010mm વ્હીલબેસ આપવામાં આવી શકે છે. ગાડીની કુલ લંબાઇ લગભગ 2.9 મીટર હોવાની સંભાવના છે. એટલે આ મારૂતિ અલ્ટોની તુલમાં 400 મીમી નાની હશે. ભારતીય બજારમાં આ ગાડીની કિંઅમ્ત 10 લાખ રૂપિયા રાખવાની સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news