WhatsApp Web માં આવ્યું નવું અપડેટ, હવે ચેટિંગ કરવું થશે સેફ અને સિક્યોર, જાણી લો આ માહિતી

WhatsApp વેબ અને ડેસ્કટૉપ યૂઝર્સ માટે એવ નવું ફીચર રોલ આઉટ કરી રહ્યું છે. જે ફીચર જલદી જ IOS યૂઝર્સને પણ ઓફર કરવામાં આવશે.

WhatsApp Web માં આવ્યું નવું અપડેટ, હવે ચેટિંગ કરવું થશે સેફ અને સિક્યોર, જાણી લો આ માહિતી

નવી દિલ્હીઃ ફેસબુક(Facebook)ની માલિકીનું મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ (WhatsApp)એ એન્ડ્રોઈડ બીટા યુઝર્સ માટે એક નવું વ્યૂ વન્સ (View Once) ફીચર લોન્ચ કર્યું. આ એક ખૂબ જ યૂનિક અને મજેદાર ફીચર છે. ખાસ કરીને એ યૂઝર્સ માટે બનાવ્યું છે જે પોતાના મેસેજ અને ચેટિંગને સિક્યોર રાખવા માગે છે. આ ફીચરથી ફોટો અને વીડિયોને ગાયબ થનારા મેસેજના રૂપમાં મોકલવાની મંજૂરી આપે છે જે એકવાર જોયા પછી આપમેળે ડિલીટ થઈ જાય છે.

 

WhatsApp વેબ અને ડેસ્કટૉપ યૂઝર્સ માટે એવ નવું ફીચર રોલ આઉટ કરી રહ્યું છે. જે ફીચર જલદી જ IOS યૂઝર્સને પણ ઓફર કરવામાં આવશે. આ સુવિધા હાલમાં જ એક Android બીટા વર્ઝન પર જોવા મળી. જો કે, હાલ આ મોબાઈલ યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી થયું. હાલ WhatsApp Web તેનું ટેસ્ટિંગ શરૂ છે. યૂઝર્સ આ ફીચરને નવા વર્ઝન 2.1226.11માં મેળવી શકે છે જેને વ્હોટ્સએપના વેબ પ્લેટફોર્મ માટે ચરણબદ્ધ રીતે રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે. આ નવું ફીચર.

સ્નેપચેટ (Snapchat)ના ગાયબ થનારા મેસેજની જેમ જ કામ કરે છે. નવા વ્યૂ વન્સ ફીચરનો ઉપયોગ મોકલેલા ફોટો અને વીડિયો એકવાર ઓપન કર્યા પછી ગાયબ થઈ જાય છે. તે સિવાય જો આ નવું ફીચર યૂઝર્સના વ્હોટ્સએપ અકાઉન્ટ માટે પહેલાથી ઉપલબ્ધ છે.તો તેમને મીડિયા મોકલતા સમયે View Once બટન જોવા મળશે.

વ્હોટ્સએપે ગયા વર્ષે એક Disappearing Messages ફીચર લોન્ચ કર્યું હતું. જો સાત દિવસ બાદ યૂઝર્સની વાતચીતને ગાયબ કરવાની મંજૂરી આપે છે. જો કે, વ્હોટ્સએપ હજુ પણ આ સુવિધા સાથે સ્ક્રીનસોટ ડિટેક્શન અલર્ટ પ્રદાન નથી કરતું. એનો મતલબ છે કે કોઈ યૂઝર એકવાપ ફીચરથી મોકલેલા કન્ટે્ન્ટનો સ્ક્રીનશોર્ટ લે છે. અને સયૂઝર્સની જાણકારી વગર તેનો રેકોર્ડ રાખી શકે છે.

આ ફીચર સિવાય, વ્હોટ્સએપ વેબ અને ડેસ્કટોપ યૂઝર્સ માટે એક નવું આર્કાઈવ ફીચર (Archive Feature) પણ લોન્ચ કરી રહ્યું છે. યૂઝર્સ તેના જૂના ગ્રુપને Androidની સાથે સાથે IOS માટે WhatsApp સેટિંગ્સથી પણ રિસ્ટોર કરી શકે છે. આર્કાઈવ ફીચરને પણ ચરણબદ્ધ રીતે રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે. અને તે જલદી જ યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news