હવે PDF ફાઈલમાંથી પાસવર્ડ હટાવવું બન્યું સહેલું, એક ટ્રીકથી વગર પાસવર્ડે ખુલી જશે ફાઈલ

આજકાલ ટેક્નોલોજીનો વ્યાપ ખુબ જ વધી રહ્યો છે. ત્યારે ખાસ કરીને PDF ફાઈલ પાસવર્ડ પ્રોટેક્ટ હોય છે. જેથી વગર પાસવર્ડે તે ફાઈલ ખોલી નથી શકાતી. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. PDF ફાઈલમાંથી પાસવર્ડ હટાવવા માટે અમે તમને એક ખાસ ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ.

હવે PDF ફાઈલમાંથી પાસવર્ડ હટાવવું બન્યું સહેલું, એક ટ્રીકથી વગર પાસવર્ડે ખુલી જશે ફાઈલ

મોટાભાગે ઈમેઈલમાં મળતી PDF ફાઈલ પાસવર્ડ પ્રોટેક્ટ હોય છે. જેથી જ્યારે પાસવર્ડની જાણ  ના હોય તો PDF ફાઈલ ખોલવી મુશ્કેલ બની જાય છે. સાથે દર વખતે PDF ફાઈલ ખોલવા પાસવર્ડ નાખવાથી તમે કંટાળી જતા હો છો. ત્યારે કેટલીક ટ્રીક એવી છે જેનાથી તમારે વારંવાર PDF ખોલવા માટે પાસવર્ડ નહીં નાખવા પડે. એક વખત આ ટ્રીકનો ઉપયોગ કર્યા બાદ PDF ફાઈલમાંથી પાસવર્ડ પ્રોટેક્શન હટી જશે.

તમે પણ હટાવી શકો છો પાસવર્ડ
મોટા ભાગે જરૂરી માહિતીની PDF ફાઈલો પાસવર્ડથી પ્રોટેક્ટ કરેલી હોય છે. જેથી તેને ખોલવા માટે તમારે પાસવર્ડ યાદ રાકવા જરૂરી છે. પરંતુ જો તમને પાસવર્ડ યાદ રાખવા અઘરા લાગતા હોય તો તમે PDFમાંથી તેને હટાવી પણ શકો છો. જેમાં પાસવર્ડના પ્રકારના આધારે PDFમાંથી તેને હટાવવા માટે અનેક ટ્રીક છે. 

પાસવર્ડ હટાવા આ એપ્લિકેશનનો કરો ઉપયોગ 

જો તમારી PDF ફાઈલમાં ઓનર પાસવર્ડ હોય તો એડિટ, પ્રિન્ટ અને કોપી કરવા પર પ્રતિબંધ હશે. જેથી આવી ફાઈલમાંથી પાસવર્ડ હટાવવા તમે એડોબ એક્રોબૈટ અથવા ફોક્સિટ રીડર જેવી PDF રીડર એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.

આવી રીતે પાસવર્ડને હટાવો
સૌથી પહેલાં PDF ફાઈલને લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં એક્રોબૈટ પ્રો જેવા PDF રીડરમાં ખોલવી
ત્યાર બાદ Tools > Encrypt > Remove Security પર ક્લિક કરો 
દસ્તાવેજમાં પાસવર્ડ સેટ કરેલો હોય તો તેને દૂર કરવા માટે ક્લિક કરો
ફાઈલ ખોલવા માટે પહેલા સાચો પાસવર્ડ નાખી ઓકે પર ક્લિક કરો
એક વખત સાચો પાસવર્ડ નાખ્યા બાદ ફાઈલમાંથી કાયમી પાસવર્ડ હટી જશે

ગૂગલ ક્રોમ પર PDFનો પાસવર્ડ કેવી રીતે દૂર કરવો?
સૌથી પહેલા ગૂગલ ક્રોમમાં PDF ફાઈલ ખોલવાની રહેશે
ત્યાર બાદ PDF ફાઈલ ખોલવા પાસવર્ડ દાખલ કરો
ત્યાર બાદ Ctrl + P દબાવો અથવા File > Print > Save as PDF કરો
PDF ફાઈલને નવેસરથી સેવ કર્યા બાદ તેમાથી પાસવર્ડ હટી જશે

આ સિવાય પણ અનેય થર્ડ પાર્ટી એપ્લિકેશન કે વેબસાઈટ છે જેના ઉપયોગથી પણ પાસવર્ડ હટાવી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news