ચાર્જિંગમાં લાગેલા મોબાઈલ પર હેલો બોલતા જ મળ્યું મોત! શરીરના ઉડી ગયા ચિથડે-ચિથડાં!
Mobile Users: આજના સમયમાં મોબાઈલ વગર કોઈને પણ ચાલે તેમ નથી. દિવસનો મોટા ભાગનો સમય લોકો મોબાઈલ પર જ પસાર કરે છે. ત્યારે હવે આ મોબાઈલ તમારા માટે જીવનું જોખમ બની ગયું છે. જો તમે પણ મોબાઈલ ચાર્જિંગમાં રાખીને વાત કરતા હો તો ચેતી જજો. નહીં તો જીવ જઈ શકે છે.
Trending Photos
Mobile Users: ઉજજૈન જિલ્લાના બાડનગરમાં મોબાઈલ ચાર્જિંગમાં રાખી એક વ્યક્તિ વાત કરતો હતો. જેવું તેણે હોલો કહ્યું કે સિધું મોબાઈલે તેને મોત આપ્યું. દયારામ બારોડ નામનો 65 વર્ષનો વૃદ્ધ મોબાઈલ ચાર્જિંગમાં રાખી વાત કરવા જતા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. જેનાથી એ વૃદ્ધ મોતને ભેટ્યો હતો. ત્યારે તેના એક મિત્રએ પોલીસને જાણ કરી હતી કે દયારામ બારોડનું મોત થયું છે. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચતા ત્યાં વૃદ્ધના શરીરના ટૂકડા અને મોબાઈલના સ્પેરપાર્ટ વિખેરાયેલા જોવા મળ્યા.
મોબાઈલમાં બ્લાસ્ટ, શરીરના થયા ટૂકડા-
મોબાઈલમાં એવો પ્રચંડ બ્લાસ્ટ થયો કે દયારામ નામના વૃદ્ધના શરીરના ટૂકડા થઈ ગયા. ઘટના સ્થળના દ્રશ્યો જોતા પોલીસને અંદાજ આવ્યો કે આ મોબાઈલમાં બ્લાસ્ટ થવાથી ઘટના બની છે. વૃદ્ધ મોબાઈલ ચાર્જિંગમાં રાખી વાત કરી રહ્યો હતો. જેનાથી મોબાઈલમાં બ્લાસ્ટ થયો હોવાની માહિતી છે. પોલીસને સ્થળ પરથી એવી કોઈ સામગ્રી નથી મળી જેનાથી વૃદ્ધનું મોત થઈ શકે. ત્યારે મોબાઈલ બ્લાસ્ટથી મોતની ઘટનાથી ચારેતરફ ફફડાટ ફેલાયો છે.
શું તમામ મોબાઈલમાં થઈ શકે છે બ્લાસ્ટ?
ચાર્જિંગમાં રાખીને મોબાઈલ પર વાત કરવામાં થયેલા બ્લાસ્ટની ઘટનાથી અનેક સવાલ ઉઠ્યા છે. હાલના સમયમાં મોબાઈલ બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકોની પ્રાથમિકતા બની ગયો છે. ત્યારે નાનામાં નાની એક પણ ભૂલ કરશો તો મોતને ભેટી શકો છો.
ફોરેન્સિક તપાસમાં ખુલશે રાઝ-
બડનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આ સમગ્ર મામલે ફોરેન્સિક તપાસની સાથે સાથે મોબાઈલ અંગે વિસ્તૃત માહિતી એકઠી કરી રહ્યા છે. મોબાઈલ નવો લીધો હતો કે પછી જૂનો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મોબાઈલમાં કેવી રીતે બ્લાસ્ટ થયો તે સહિત ચાર્જર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે મોબાઈલની બેટરીના મળેલા ટૂકડાની પણ ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ ફોરેન્સિક તપાસના રિપોર્ટમાં અન્ય ખુલાસા થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે