Safety માં બેસ્ટ છે આ 4 કાર, 5 સ્ટાર રેટિંગ; કિંમત પણ 10 લાખથી ઓછી

5 Star rated car: જો તમે સેફ અને સસ્તી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે નવી કારોનું લિસ્ટ લઈને આવ્યા છીએ. તેમાંથી 3 કાર ટાટાની છે અને 1 કાર રેનોની છે. 

Safety માં બેસ્ટ છે આ 4 કાર, 5 સ્ટાર રેટિંગ; કિંમત પણ 10 લાખથી ઓછી

Safest Car under 10 lakh: કાર હવે માત્ર ટ્રાવેલિંગ માટે નથી રહી, તે એક સ્ટેટસ સિમ્બોલ અને જરૂરિયાત બની ગઈ છે. ભારતમાં સેફ કાર પર પણ વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. ઘણી કાર કંપનીઓ 4 અને 5 સ્ટાર સેફ્ટીવાળી કાર વેચી રહી છે. ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી સ્વદેશી કંપનીઓ ઉપરાંત ફોક્સવેગન અને સ્કોડા જેવી કંપનીઓ પણ આ યાદીમાં ટોચ પર છે. જો તમે સેફ અને સસ્તી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે આવી કારોનું લિસ્ટ લઈને આવ્યા છીએ. તેમાંથી 3 કાર ટાટાની છે અને 1 કાર રેનોની છે. તેમની કિંમત 10 લાખથી ઓછી છે અને સુરક્ષાને 4 અથવા 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.

1. Tata Tiago
Tata Tiago ભારતની સૌથી સુરક્ષિત હેચબેક કાર છે. તે ગ્લોબલ NCAP તરફથી 4 સ્ટાર સેફ્ટી રેટિંગ હાંસલ કરવામાં સફળ રહી છે, જે તેને સેફટી શોધતા ખરીદદારો માટે આકર્ષક કાર બનાવે છે. તેની કિંમત 5.60 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

2. Tata Punch
5 સ્ટાર રેટિંગ મેળવનારી આ સૌથી સસ્તી કાર છે. ટાટા પંચની કિંમત રૂ. 6 લાખથી શરૂ થાય છે. આમાં તમને 1.2 લિટર પેટ્રોલ એન્જિન મળે છે. સુરક્ષા માટે તેમાં  ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રીરીઅર પાર્કિંગ સેન્સર્સ, રીઅર-વ્યુ કેમેરા અને ISOFIX એન્કર પણ મળે છે..

3. Renault Triber
રેનો ટ્રાઇબર એ ભારતમાં ફ્રેન્ચ ઓટોમેકર દ્વારા વેચવામાં આવતી સૌથી સફળ પ્રોડક્ટ્સમાંની એક છે. આ MPV તેના સેગમેન્ટમાં સૌથી સસ્તી છે. કારે ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર સેફ્ટી રેટિંગ હાંસલ કર્યું છે, જે તેને ભારતની સૌથી સુરક્ષિત કારમાંથી એક બનાવે છે. ટ્રાઈબરમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રિવર્સ પાર્કિંગ સેન્સર અને સ્પીડ એલર્ટ જેવા સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ છે.

4. Tata Nexon
નેક્સોન એ ભારતમાં સૌથી વધુ વેચાતી કાર છે અને ટાટા મોટર્સની સૌથી લોકપ્રિય કાર પણ છે. પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક વિકલ્પોમાં ઉપલબ્ધ, આ કોમ્પેક્ટ એસયુવી તેના 5-સ્ટાર સેફટી રેટિંગ માટે જાણીતી છે. Nexon SUVના બેઝ વેરિઅન્ટમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને હિલ હોલ્ડ કંટ્રોલ જેવા ફીચર્સ છે. તેની કિંમત 7.80 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

આ પણ વાંચો:
INDIA ગઠબંધનને મોટો ઝટકો આપવાના છે આ દિગ્ગજ નેતા? PM મોદીનું કરશે સન્માન
અંબાલાલની વધુ એક આગાહી : ચોમાસાના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, હવે આ જિલ્લાઓનો વારો

વક્રી શુક્ર 3 રાશિના લોકોને કરાવશે આર્થિક લાભ, 4 સપ્ટેમ્બર સુધી મળશે ભાગ્યનો સાથ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news