અંબાલાલ પટેલની વધુ એક આગાહી : ચોમાસાના ભયાનક ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, હવે આ જિલ્લાઓનો છે વારો
Gujarat Weather Forecast : જેનો ડર છે એ સમય હવે આવી ગયો છે. ઓગસ્ટ મહિનો આવી ગયો છે, ત્યારે ચોમાસાના ઘાતક એવા ચોથો રાઉન્ડ પણ આવી ગયો છે. વરસાદને લઈ હવામાન નિષ્ણઆત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની વધુ એક ભયાનક આગાહી આવી ગઈ છે.
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે.અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે. વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે.
રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે.અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે. વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે.
હવામાન વિભાગની આગામી ત્રણ કલાકને લઈને આગાહી કરી છે. જે મુજબ, આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કરીને આગાહી કરી છે. થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગ,ર મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે.
Trending Photos