TATA નો કમાલ! લોન્ચ કર્યું NEXON સસ્તુ વેરિએન્ટ, 1.10 લાખ રૂપિયા ઘટી ગઇ કિંમત

Tata Nexon New Model: ટાટા નેક્સોન (Tata Nexon) કંપની બેસ્ટ સેલિંગ એસયૂવીમાંથી એક છે. પરંતુ તાજેતરમાં જ મહિન્દ્રાએ બજારમાં પોતાની નવી એસયૂવી Mahindra XUV 3XO ને ફક્ત 7.49 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં રજૂ કરી છે. આ એસયૂવી બજારમાં આવ્યા પછી ટાટા મોટર્સે પોતાની નવી નેક્સોનના નવા બેસ વેરિએન્ટને રજૂ કર્યું છે. જેની કિંમત ખૂબ ઓછી છે. 

TATA નો કમાલ! લોન્ચ કર્યું NEXON સસ્તુ વેરિએન્ટ, 1.10 લાખ રૂપિયા ઘટી ગઇ કિંમત

Tata Nexon Base Variant: દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે (Tata Motors) તાજેતરમાં પોતાની જાણિતી એસયૂવી ટાટા નેક્સોન (SUV Tata Nexon) ના નવા અવતારને બજારમાં ઉતારી હતી. આકર્ષક લુક અને દમદાર એન્જીનથી સજ્જ આ એસયૂવીની શરૂઆતી કિંમત તે સમયે આ SUV ની શરૂઆત કિંમત 8.15 લાખ રૂપિયા હતી. પરંતુ હવે કંપનીએ તેના નવા વ્યાજબી બેસ વેરિએન્ટ પેટ્રોલ અને ડીઝલ બંને પાવરટ્રેનમાં રજૂ કરશે. 

ટાટા નેક્સોન (Tata Nexon) નું આ પેટ્રોલ બેસ વેરિએન્ટ લગભગ 15,000 રૂપિયા સુધી સસ્તું છે. બીજી તરફ કંપનીએ ડીઝલ બેસ વેરિએન્ટની શરૂઆતી કિંમત 10 લાખ રૂપિયા સુધી છે. Mahindra XUV 3XO ના બજારમાં આવ્યા પછી કોમ્પિટિશન વધી ગઇ છે. જોકે મહિન્દ્રા (Mahindra) એ પોતાની એસયૂવીને એકદમ ઓછી કિંમત 7.49 લાખ રૂપિયામાં બજારમાં ઉતારી છે. શક્ય છે કે તેને લીધે ટાટા નેક્સોનના નવા બેસ વેરિએન્ટને રજૂ કર્યું છે. 

અન્ય વેરિયન્ટની ઘટાડી કિંમત
ટાટા મોટર્સે (Tata Motors) નેક્સનના કેટલાક અન્ય વેરિઅન્ટની કિંમતોમાં પણ ધરખમ ઘટાડો કર્યો છે. સ્માર્ટ પ્લસ અને સ્માર્ટ પ્લસ એસ વેરિઅન્ટની કિંમતમાં ક્રમશ: રૂ. 30,000 અને રૂ. 40,000નો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે Smart+ની કિંમત 8.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને Smart+S વેરિઅન્ટની કિંમત 9.40 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

1.10 લાખ રૂપિયા સુધી સસ્તી થઇ Nexon ડીઝલ
ટાટા મોટર્સે નેક્સોન ડીઝલના બે નવા વેરિએન્ટ  (Smart + અને Smart + S) માં રજૂ કર્યા છે. સ્માર્ટ પ્લસ નવા એન્ટ્રી લેવલ વેરિએન્ટ છે અને તેની કિંમત 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને સ્માર્ટ પ્લસ એસ વેરિએન્ટ માટે ગ્રાહકોને 10.60 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ નવા વેરિએન્ટને લોન્ચ કર્યા બાદ નેક્સોન ડીઝલની કિંમત ગત મોડલની તુલનામાં 1.10 લાખ રૂપિયા સુધી સસ્તી થઇ ગઇ છે. 

શું થયા છે ફેરફાર
Tata Nexon ના આ નવા બેસ વેરિએન્ટના એન્જીન મેકેનિઝમ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાંની માફક જ 1.2 લિટર ટર્બો પેટ્રોલ (120hp પાવર અને 170Nm ટોર્ક) એન્જિન અને 1.5 લિટર ડીઝલ એન્જિન (115hp પાવર અને 260Nm ટોર્ક) સાથે આવે છે. 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ AMT સિવાય, આ SUVમાં 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશનનો વિકલ્પ છે.

મળે છે આ ફીચર્સ
ટાટા નેક્સોન (Tata Nexon) માં 10.25 ઇંચની ટચસ્ક્રીન, ફૂલી ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, ક્રુઝ કંટ્રોલ, સબવૂફર સાથે 9-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ, વૉઇસ આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરૂફ અને ઘણું બધું ઉપલબ્ધ છે. સલામતીની દ્રષ્ટિએ, તેમાં 6 એરબેગ્સ, હિલ-સ્ટાર્ટ સહાય, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESP), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), 360-ડિગ્રી કેમેરા વગેરેનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news