Coffee For Hair: 1 ચમચી કોફી વાળની સુંદરતામાં ચારગણો વધારો કરશે, જાણો ઉપયોગ કરવાની સાચી રીત

Coffee For Hair: કોફી એવી વસ્તુ છે જે સ્કીન અને વાળને હેલ્ધી રાખવામાં પણ ઉપયોગમાં આવે છે. આજે તમને કોફીનો ઉપયોગ કરવાના ફાયદા વિશે જણાવીએ અને સાથે જ જણાવીએ કે ઘરમાં રહેલી કોફીને તમે વાળ પર કેવી રીતે અપ્લાય કરી શકો છો. 
 

Coffee For Hair: 1 ચમચી કોફી વાળની સુંદરતામાં ચારગણો વધારો કરશે, જાણો ઉપયોગ કરવાની સાચી રીત

Coffee For Hair: કોફી એવી વસ્તુ છે જે સ્કીન અને વાળને હેલ્ધી રાખવામાં પણ ઉપયોગમાં આવે છે. તમે હેરકેર રુટીનમાં કોફીને સામેલ કરી શકો છો. હવે તો માર્કેટમાં એવી અનેક પ્રોડક્ટ પણ મળવા લાગી છે જેમાં કોફીનો ઉપયોગ થયો હોય. 

કોફીના હેર શેમ્પૂ, કોફીના માસ્ક, કોફીના બોડી લોશન, કોફીના હેર સીરમ વગેરે. આ પ્રોડક્ટનો ઉપયોગ આજકાલ ટ્રેંડમાં છે. પરંતુ આ પ્રોડક્ટ ખૂબ મોંઘા પણ હોય છે. દરેક વ્યક્તિ માટે તેને ખરીદવા શક્ય નથી. જો કે આ મોંઘા પ્રોડક્ટ કરતાં પણ વધુ ફાયદો તમને ઘરે કોફીનો ઉપયોગ કરવાથી મળી શકે છે. આજે તમને કોફીનો ઉપયોગ કરવાના ફાયદા વિશે જણાવીએ અને સાથે જ જણાવીએ કે ઘરમાં રહેલી કોફીને તમે વાળ પર કેવી રીતે અપ્લાય કરી શકો છો. 

વાળમાં કોફીનો ઉપયોગ કરવાથી થતા ફાયદા

કોફીનો ઉપયોગ કરવો એ લોકો માટે ફાયદાકારક છે જેમના વાળ પાતળા હોય. કોફી પાતળા વાળની સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. કોફી ડીએચટીના પ્રભાવને ખતમ કરે છે. આ એક હોર્મોન છે જે હેર થિનિંગની સમસ્યા રોકે છે. કોફીમાં પ્રાકૃતિક એંટી ઓક્સીડન્ટ હોય છે જે વાળને ડેમેજ થતા અટકાવે છે. 

હેર ગ્રોથમાં મદદ કરે છે

મોટાભાગે મહિલાઓને આ સમસ્યા સતાવે છે. તેમની ફરિયાદ હોય છે કે હેર ગ્રોથ જોઈએ તેવો થતો નથી. આ સમસ્યાનું સમાધાન કોફી લાવી શકે છે. કોફી સ્કેલ્પના પોર્સમાં રહેલા સેલ્સને ઉત્તેજિત કરે છે. જેના કારણે વાળનો ગ્રોથ સારો થાય છે. કોફીનો ઉપયોગ કરવાથી વાળના મૂળ સ્વસ્થ અને મજબૂત થાય છે. 

સ્કેલ્પ એક્સફોલિએટ થાય છે

વાળમાંથી પણ ડેડ સ્કિન સેલ્સને કાઢી અને ગંદકી સાફ કરવી જરૂરી હોય છે. કોફી સ્કેલ્પને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે. તેનાથી વાળ ચમકદાર અને સ્વસ્થ બને છે. તેનાથી વાળની સમસ્યા થતી નથી. 

ખરતા વાળ અટકે છે

જે લોકોને વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા હોય તેમણે કોફીનો ઉપયોગ કરવો જોઈએ. કોફીનો ઉપયોગ કરવાથી વાળ સુંદર અને મજબૂત થાય છે. કોફી વાળમાં પ્રાકૃતિક મોઈશ્ચર વધારે છે. જેના કારણે વાળ ડ્રાય નથી થતા. તેના કારણે હેર ફોલની સમસ્યા પણ થતી નથી. 

કોફીનું હેર સ્પ્રે

ઉપર જણાવ્યાનુસારના લાભ મેળવવા માટે સૌથી પહેલા 1 ચમચી કોફીને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. ત્યારબાદ તેને ઠંડી થવા દો અને પછી એક સ્પ્રે બોટલમાં ભરી લો. હવે વાળને જ્યારે પણ શેમ્પૂ કરો ત્યારે તેનો ઉપયોગ કરવો. એટલે કે વાળને શેમ્પૂ અને કંડિશનર કર્યા પછી કોફી સ્પ્રે છાંટી લેવો. ત્યારપછી શાવર કેપ પહેરી લેવી. 20 મિનિટ પછી વાળને સાદા પાણીથી સાફ કરી લો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news