આ કારની સફળતા જોઈ મારુતિને 'ટાઢિયો તાવ' આવી ગયો! માત્ર 1 મહિનામાં ટોપ સેલિંગ વેગનઆરને પછાડી દીધી

ગત વર્ષની વાત કરીએ તો વેગનઆર દર મહિને ટોપ 3માં રહેતી હતી. જ્યારે મારુતિની અન્ય ગાડીઓનું પણ પ્રદર્શન સારું રહ્યું. જો કે આ બધા વચ્ચે એક કાર એવી પણ રહી જેની માંગણી એટલી બધી વધી ગઈ કે વર્ષના અંતમાં તેણે વેગનઆરને પણ પછાડી દીધી

આ કારની સફળતા જોઈ મારુતિને 'ટાઢિયો તાવ' આવી ગયો! માત્ર 1 મહિનામાં ટોપ સેલિંગ વેગનઆરને પછાડી દીધી

આતરરાષ્ટ્રીય બજારમાં મારુતિ સુઝૂકીની ગાડીઓ સૌથી વધુ વેચાય છે. મારુતિની ગાડીઓમાં પણ લોકો વેગનઆર અને બલેનો જેવી સસ્તી ગાડીઓને લોકો ખુબ પસંદ કરે છે પરંતુ જો ગત વર્ષની વાત કરીએ તો વેગનઆર દર મહિને ટોપ 3માં રહેતી હતી. જ્યારે મારુતિની અન્ય ગાડીઓનું પણ પ્રદર્શન સારું રહ્યું. જો કે આ બધા વચ્ચે એક કાર એવી પણ રહી જેની માંગણી એટલી બધી વધી ગઈ કે વર્ષના અંતમાં તેણે વેગનઆરને પણ પછાડી દીધી. મહત્વપૂર્ણ વાત એ રહી કે પહેલીવાર કોઈ કોમ્પેક્ટ એસયુવીને લોકોએ આટલી બધી પસંદ કરી કે તે ડિસેમ્બર 2023માં તો સૌથી વધુ વેચાતી કાર બની ગઈ. હવે આ કાર વિશે તમે પણ ખાસ જાણો...

ડિસેમ્બર 2023માં મારુતિની ગાડીઓના ટોપ સેલિંગ ગાડીઓના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો. ગત વર્ષ અનેક મહિનાઓમાં વેગનઆરનું વેચાણ 15000 યુનિટ્સથી ઉપર જતું રહ્યું હતું. જ્યારે ડિસેમ્બર 2023માં તે ઘટીને ફક્ત 8578 યુનિટ્સનું રહી ગયું. સેલ્સના આંકડા જોઈએ તો મારુતિ વેગનઆર ડિસેમ્બર 2022માં 10181 યુનિટ્સ વેચાઈ હતી પરંતુ ડિસેમ્બર 2023માં તે 16 ટકા ઘટીને 8578 યુનિટ્સ રહી ગઈ. જ્યારે બલેનો જેવી ટોપ સેલિંગ મોડલનું વેચાણ 37 ટકા ઘટીને માત્ર 10669 યુનિટ્સ રહી ગયું. જ્યારે પોતાની 5 સ્ટાર રેટિંગ માટે લોકપ્રિય ટાટાની નેક્સોન એસયુવીનું વેચાણ ડિસેમ્બર 2023માં વધીને 15284 યુનિટ્સ થઈ ગયું. ડિસેમ્બર 2022માં નેક્સોનનું વેચાણ 12053 યુનિટ્સનું થયું હતું. 

કેમ થઈ રહી છે લોકપ્રિય?
નેક્સોનનું ફેસલિફ્ટ વર્ઝન લોકોને ખુબ પસંદ પડી રહ્યું છે. આ કાર અંદર અને બહાર ડ િઝાઈન અને ફીચર્સની રીતે અપડેટ સાથે આવી રહી છે. કંપનીએ તેને સંપૂર્ણ રીતે નવું ફ્રન્ટ ફેસિયા આપ્યું છે જેનાથી તેનો લૂક પહેલા કરતા દમદાર બન્યો છે. તેમાં નવી ડિઝાઈનનો સ્પ્લિટ એલઈડી હેડલાઈટ સેટઅપ, રિડિઝાઈન ફ્રન્ટ અને બેક બંપર તથા નવું એલઈડી ટેલ લાઈટ સેટઅપ અપાયું છે. કંપનીએ ફક્ત કારની બહારની ડિઝાઈન જ નહીં પરંતુ  ઈન્ટીરિયરને પણ સંપૂર્ણ રીતે અપડેટ કર્યું છે. કારની અંદર હવે નવા 2 સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, નવા ડેશબોર્ડ લેઆઈટ અને નવું ઈન્ટરિયર કલર મળે છે. 

ટાટા નેક્સોનનું એન્જિન
ટાટા નેક્સોનમાં પેટ્રોલ અને ડિઝલ બંને એન્જિન વિકલ્પ મળે છે. તેમાં પહેલો 1.2 ટર્બો પેટ્રોલ એન્જિન છે જે 120 બીએચપી પાવર અને 170 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે બીજુ 1.5 લીટર ડીઝલ એન્જિન છે જે 115 બીએચપી પાવર અને 260 એનએમ ટોર્કનો આઉટપુટ આપે છે. ટ્રાન્સમિશન વિકલ્પમાં 5 સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ એએમટી અને એક નવો 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન (ડીસીટી) સામેલ છે. ડીઝલ યુનિટ સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ એએમટીનો વિકલ્પ અપાયો છે. 

સેફ્ટીમાં પણ દમદાર
ટાટા મોટર્સ પોતાની સારી બિલ્ડ ક્વોલિટીવાળી કારો માટે જાણીતી છે. કંપનીએ નેક્સોનમાં પણ ક્વોલિટી અને સેફ્ટી ફીચર્સનું ખાસ ધ્યાન રાખ્યું છે. નેક્સોન ટાટા મોટર્સના ALFA પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તેમાં ઈમ્પેક્ટ 2.0 ડિઝાઈન લેંગ્વેજનો ઉપયોગ કરાયો છે. ટાટા મોટર્સ પોતાના આલ્ફા પ્લેટફોર્મનો ઉપયોગ  અલ્ટ્રોઝ હેચબેકમાં પણ કરી રહી છે. આ પ્લેટફોર્મ સાથે બંને કારો ગ્લોબલ એનસીએપી (GNCAP) ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ લાવવામાં સફળ રહી છે. હવે ભારતમાં થનારા ભારત એનસીએપી ક્રેશ ટેસ્ટમાં પણ નેક્સોનને 5 સ્ટાર રેટિંગનું સેફ્ટી રેટિંગ મળી ગયું છે. 

ટાટા નેક્સોનની કિંમત
ટાટા નેક્સોન ફેસલિફ્ટની કિંમત 8.10 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. જયારે ટોપ વેરિએન્ટ માટે તેની કિંમત 15.50 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. કંપની તેના ચાર વેરિએન્ટ સ્માર્ટ, પ્યોર, ક્રિએટિવ અને ફીયરલેસ સાથે કુલ 7 કલર ઓપ્શનમાં વેચે છે. નેક્સોનનો સીધો મુકાબલો હોન્ડા એલિવેટ, કિઆ સોનેટ, હુન્ડઈ વેન્યુ  અને મારુતિ બ્રેઝા સાથે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news