827 પોર્ન વેબસાઈટ અંગે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

827 પોર્ન વેબસાઈટ અંગે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

સરકારે ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ બાદ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (આઈપીએસ)ને અશ્લીલ સામગ્રી બતાવનાર 827 વેબસાઈટ્સને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અધિકારિક સૂત્રોએ આ વિશે માહિતી આપી. ન્યાયાલયે હાલમાં જ અશ્લીલતા ફેલાવી રહેલ 857 વેબસાઈટ્સને બંધ કરવાનો આદેશ આપ્યો છે. જોકે, ઈલેક્ટ્રોનિક્સ તેમજ સૂચના પ્રસારણ મંત્રાલયે 827 વેબસાઈટ્સ બંધ કરવાનું કહ્યું છે.

30 વેબસાઈટ પર નહિ મળે અશ્લીલ સામગ્રી
તપાસમાં 857માંથી 30 વેબસાઈટ પર અશ્લીલ સામગ્રી નથી મળી આવી. સૂત્રોએ કહ્યું કે, મંત્રાલયે દૂરસંચાર વિભાગને 827 સાઈટ્સ બંધ કરવા માટે કહ્યું છે. આ વેબસાઈટના નામનું લિસ્ટ પણ મંત્રાલયે પોતાના પત્રમાં આપ્યું છે. દૂર સંચાર વિભાગે ઈન્ટરનેટ સેવા પ્રોવાઈડરને જાહેર કરેલા આદેશમાં કહ્યું કે, તમામ લાયસન્સ પ્રાપ્ત ઈન્ટરનેટ સેવા પ્રોવાઈડરને માનનીય ઉચ્ચ ન્યાયાલના આદેશનું અનુપાલન અને મંત્રાલયના નિર્દેશ મુજબ 827 વેબસાઈટને બંધ કરવા માટે તરત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

ઉચ્ચ ન્યાયાલયે 27 સપ્ટેમ્બર, 2018ના રોજ આ વેબસાઈટ્સને બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને ઈલેક્ટ્રોનિક્સ તેમજ સૂચના પ્રસારણ મંત્રાલયને 8 ઓક્ટોબરના રોજ આદેશ પ્રાપ્ત થયો હતો. મંત્રાલયે દૂરસંચાર વિભાગને સૂચના આપી હતી કે, તેના 31 જુલાઈ, 2015ના જૂના નોટિસ અંતર્ગત ઉચ્ચ ન્યાયાલને 857 વેબસાઈટ બંધ કરવાનો આપ્યો છે. 

દૂરસંચાર વિભાગે 4 ઓગસ્ટ, 2015ના રોજ પોતાના આદેશમાં પરિવર્તન કર્યા અને કહ્યું કે, ઈન્ટરનેટ સેવા પ્રોઈવડર આ 857 વેબ લિંક્સ અથવા યુઆરએલમાં આવી લિંક કે યુઆરએલને બંધ ન કરવા માટે સ્વતંત્ર છે, જેના પર અશ્લીલ સામગ્રી ન દેખાય. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news