Apple ને ટક્કર આપવા હવે આવી રહ્યો છે Tesla Phone! એલોન મસ્કે શેર કરી તસવીર

Elon Musk એ એક ફની પોસ્ટ કરીને ફેન્સને એક્સાઈટેડ કર્યા છે. તેણે પોસ્ટમાં સ્માર્ટફોનની એક તસવીર પણ શેર કરી છે. તેણે તેનું નામ ટેસ્લા ફોન રાખ્યું છે.

Apple ને ટક્કર આપવા હવે આવી રહ્યો છે Tesla Phone! એલોન મસ્કે શેર કરી તસવીર

માર્કેટમાં દરેક સેગમેન્ટના સ્માર્ટફોન મળે છે. દરેક કંપની બીજી કંપનીના ફોનને ટક્કર આપવા માટે ફોન લોન્ચ કરે છે. આ સ્પર્ધા એપલ અને સેમસંગ વચ્ચે જોવા મળી રહી છે. હવે એલોન મસ્ક આ લડાઈમાં ઉતર્યા છે. તેણે ફની પોસ્ટ કરીને ફેન્સને એક્સાઈટેડ કર્યા છે. તેણે પોસ્ટમાં સ્માર્ટફોનની તસવીર શેર કરી છે. તેણે તેનું નામ ટેસ્લા ફોન રાખ્યું છે.

આ તસવીર તેણે 1 ઓગસ્ટના રોજ શેર કરી હતી. પોસ્ટમાં તેણે જણાવ્યું છે કે આ ફોનમાં X એપ પ્રી-ઇન્સ્ટોલ આવશે. તમને જણાવી દઈએ કે, જ્યારથી એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી એપમાં નવા ફેરફારો જોવા મળી રહ્યા છે. હાલમાં જ તેણે ટ્વિટરનું નામ બદલીને X કર્યું છે. એલોન મસ્કના ટ્વિટ બાદ ટ્વિટર પર લોકોએ તેના પર વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. 

X comes pre-installed. pic.twitter.com/jSwTQcuDr2

— Elon Musk (Parody) (@ElonMuskAOC) July 31, 2023

ટ્વિટર પર રેયાન નામના યુઝરે એક સવાલ પૂછ્યો, તેણે કહ્યું, 'શું તમે ટેસ્લા સ્માર્ટફોનનું વજન અને સાઈઝ કહી શકો છો.' તે તેનો મનપસંદ ફોન કદ અને વજનમાં iPhone 12 Mini જેવો જ ઇચ્છે છે. તેણે એમ પણ કહ્યું કે જો ટેસ્લા સ્માર્ટફોન તેના મનપસંદ ફોન જેવો હોય તો તે ચોક્કસપણે તેનો ઉપયોગ કરશે. આના પર ઈલોન મસ્કએ જવાબ આપ્યો, 'ટેસ્લા ફોન વધુ સારો રહેશે. તે આનાથી ખરાબ તો નહીં જ હોય.'

એલોન મસ્કે સેટેલાઇટ કનેક્ટિવિટી વિશે એક રસપ્રદ વાત કહી છે. તેમણે કહ્યું કે 'સ્ટારલિંક કનેક્ટિવિટી' વિશ્વમાં દરેક જગ્યાએ હાજર છે. તેઓ દર મહિને માત્ર $100ના ભાવે તેમની સેવા પૂરી પાડી રહ્યા છે. જો વાસ્તવિકતામાં આવું થાય છે, તો સામાન્ય લોકો માટે ખૂબ જ હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા લાવવા માટે તે એક મોટું પગલું હોઈ શકે છે.

આ પણ વાંચો:
INDIA ગઠબંધનને મોટો ઝટકો આપવાના છે આ દિગ્ગજ નેતા? PM મોદીનું કરશે સન્માન
અંબાલાલની વધુ એક આગાહી : ચોમાસાના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, હવે આ જિલ્લાઓનો વારો

વક્રી શુક્ર 3 રાશિના લોકોને કરાવશે આર્થિક લાભ, 4 સપ્ટેમ્બર સુધી મળશે ભાગ્યનો સાથ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news