Online Shopping Tips: ફેસ્ટિવલ સીઝનમાં આ રીતે મેળવો વધુમાં વધુ ડિસ્કાઉન્ટનો લાભ

આ ફેસ્ટિવલ સેલમાં તમને ઘણી પ્રોડક્ટ્સ પર કેશબેક ઓફર પણ આપવામાં આવશે. જો તમે કોઇ ખાસ બેંકના કાર્ડનો ઉપયોગ કરો છો તો તમે કોઇને કોઇ ઇ-કોમર્સ સાઇટ પર કેશબેકની ઓફર મળી જશે. આ કેશબેક ઓફર 5 ટકાથી માંડીને 10 ટકા સુધી હોય છે.

Online Shopping Tips: ફેસ્ટિવલ સીઝનમાં આ રીતે મેળવો વધુમાં વધુ ડિસ્કાઉન્ટનો લાભ

નવી દિલ્હી: ફેસ્ટિવલ સિઝનની શરૂઆત થતાં જ ઇ-કોમર્સ સાઇટ્સ પર Online Shopping સેલ વધી જાય છે. Amazon, Flipkart થી માંડીને Paytm Mall જેવી ઇ-કોમર્સ કંપનીઓ તમને ફેશનથી માંડીને ઇલેક્ટ્રોનિક આઇટમ્સ અને હોમ એપ્લાયસિસ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. એવામાં ફેસ્ટિવલ સિઝન સેલ દરમિયાન યૂજર્સ ઇ-કોમર્સ વેબસાઇટ પર જથ્થાબંધના ભાવે સામાન ખરીદે છે. જ્યારે કોઇ પ્રોડક્ટ પર રિટેલ રિટેલ સ્ટોરના મુકાબલે 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે તો કોઇ કેમ રિટેલ સ્ટોર તરફ વલણ કરશે? ફેસ્ટિવલ સીઝન સેલ ના ફક્ત ઇ-કોમર્સ કંપનીઓ માટે તહેવારની માફક હોય છે, પરંતુ ગ્રાહકો માટે પણ આ કોઇ તહેવારથી ઓછી નથી. તમે બિગ બજાર જેવા હોલસેલ શોપ્સમાં જોયું અશે, જે દિવસે સૌથી સસ્તો સામાન મળે છે, ગ્રાહકોની કેમ લાંબી લાઇનો લાગે છે. ઠીક એ રીતે જ ફેસ્ટિવલ સીઝન સેલમાં પણ ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર યૂજર્સની સંખ્યા લાખોમાં હોય છે. 

ઇ-કોમર્સ વેબસાઇટની જાળ હવે મોટા શહેરોથી માંડીને નાના શહેરો સુધી પહોંચી ગઇ છે. ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં પણ ઇ-કોમર્સ વેબસાઇટ દ્વારા લોકો શોપિંગ કરવા લાગે છે. ફેસ્ટિવલ સિઝન દરમિયાન ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર મેક્સિમમ ડિસ્કાઉન્ટ કેવી લઇ શકાય, આ પ્રશ્ન પણ ગ્રાહકોના મનમાં જરૂર રહે છે. જો તમેપણ ફેસ્ટિવલ સીઝન દરમિયાન મેક્સિમમ ડિસ્કાઉન્ટ સાથે સામાન ખરીદવા માંગે છો તો આ સમાચાર તમારા માટે જ છે. અમે તમને ફેસ્ટિવલ સિઝન સેલ દરમિયાન મેક્સિમમ ડિસ્કાઉન્ટ લેવા માટે કેટલીક બેસિક જાણકારી આપવાના છીએ.

નવી પ્રોડક્ટ્સને કરો અવોઇડ
તમને જણાવી દઇએ કે એ-કોમર્સ વેબસાઇટ જાહેરાતો જોઇને તમારું પણ મન કરતું હશે કે તમે પણ આ ફેસ્ટિવલ સીઝનમાં તમારા માટે અથવા તમારા સંબંધીઓ અથવા મિત્રો માટે કોઇને કોઇ પ્રોડક્ટ ખરીદો. પરંતુ શું તમે જાણો છો કે ફેસ્ટિવલ સિઝન સેલ દરમિયાન મેક્સિમમ ડિસ્કાઉન્ટ કોઇ નવા લોન્ચ થયેલા મોબાઇલ અથવા પછી ફેશન પ્રોડક્ટ પર તમને જોવા નહી મળે. એવામાં ખૂબ ઓછો ચાન્સ હોય છે કે કોઇ તાજેતરમાં લોન્ચ થયેલા સ્માર્ટફોન અતહ્વા ફેશન પ્રોડક્ટ પર તમને ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે. એટલા માટે તમે તે પ્રોડક્ટ પર ફોકસ કરો જે થોડા મહિના પહેલાં લોન્ચ થઇ હતી. જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે 2 થી 3 મહિના પહેલાં લોન્ચ થયેલા સ્માર્ટફોનનું સિલેક્શન કરી શકો છો. તેનાપર તમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

કેશબેક ઓફર
આ ફેસ્ટિવલ સેલમાં તમને ઘણી પ્રોડક્ટ્સ પર કેશબેક ઓફર પણ આપવામાં આવશે. જો તમે કોઇ ખાસ બેંકના કાર્ડનો ઉપયોગ કરો છો તો તમે કોઇને કોઇ ઇ-કોમર્સ સાઇટ પર કેશબેકની ઓફર મળી જશે. આ કેશબેક ઓફર 5 ટકાથી માંડીને 10 ટકા સુધી હોય છે. એવામાં જો તમે 10,000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદો છો તો તમને 500 અથવા 1,000 રૂપિયા સુધીનું મેક્સિમમ કેશબેક ઓફર કરવામાં આવે છે. તો બીજી તરફ કેટલાક સ્માર્ટફોન્સ પર તમને એક્સચેંજ ઓફર પણ આપવામાં આવે છે, એટલે કે તમે જૂના સ્માર્ટફોનને એક્સચેંજ કરાવી શકો છો. જોકે આ ટ્રેંડ ગત કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે. જો તમે કોઇ કંપનીના નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો તો તમારા જૂના મોડલને એક્સચેંજ કરાવી ડિસ્કાઉન્ટ લઇ શકો છો. જોકે ફેશન પ્રોડક્ટ પર તમને આ સુવિધા નહી મળે. કેટલાક એપ્લાઇન્સિસ પર પણ એક્સચેંજ ઓફર આપવામાં આવે છે. 

નો-કોસ્ટ ઇએમઆઇ
જો તમે ક્રેડિટ કાર્ડધારક છો તો તમને નો-કોસ્ટ ઇએમઆઇ સમજાઇ ગયું હશે. નો-કોસ્ટ ઇએમઆઇનો અર્થ એ હોય છે કે તમને કોઇ પ્રોડક્ટ ઇંસ્ટોલમેંટ પર મળી જશે અને તેનાપર કોઇ વધારાનો ચાર્જ લેવામાં નહી આવે. એટલે કે તમારે મૂળ કિંમતમાં સામાન વધારાના વ્યાજ વિના હપ્તે મળી જશે. જોકે આ પ્રોડક્ટ બ્રાંડ, ઇ-કોમર્સ કંપની અને બેકિંગ સર્વિસ પ્રોવાઇડર પર નિર્ભર કરે છે કે કોઇ પ્રોડક્ટ પર નો-કોસ્ટ ઇએમઆઇ ઓફર કરવામાં આવી રહી છે.

ગિફ્ટ કાર્ડ્સ
જો તમે સતત ઓનલાઇન શોપિંગ કરો છો તો તમને ગિફ્ટ કાર્ડ વિશે જરૂર ખબર હશે. ગિફ્ટ કાર્ડ્સ અથવા ગિફ્ટ વાઉચરને શોપિંગ વાઉચરને શોપિંગ કરવાના અવેજમાં આપવામાં આવે છે. જો તમે તે રકમની શોપિંગ કરો છો તો તમને કેટલાક ટકા રકમ ગિફ્ટ વાઉચરના રૂપમાં આપવામાં આવે છે. તે વાઉચરનો ઉપયોગ તમે આગામી ઓનલાઇન શોપિંગ માટે કરી શકો છો. આ ગિફ્ટ વાઉચર્સને તમે તે વેબસાઇટ પર રીડીમ કરી શકો છો અથવા પછી તમને પાટર્નસ પર રીડીમ કરી શકો છો. આ વાઉચર્સનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે, તે ઇ-કોમર્સ કંપનીઓ વાઉચર્સ પર મેંશન કરે છે. સાથે જ ક્યાં સુધી આ વાઉચર્સનો ઉપયોગ કરી શકાશે, એ પણ નોંધાયેલું હોય છે. 

તો, આ ફેસ્ટિવલ સીઝનમાં પણ તમે મેક્સિમમ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા માંગો છો તો તમારે પ્રોડક્ટ પર મળી રહેલી બધી ઓફર પર નજર નાખવી પડશે. બધા ડિસ્કાઉન્ટને જોઇને તમારા બજેટ અનુસાર શોપિંગ કરો. મેક્સિમમ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ફેસ્ટિવલ સીઝન એક સોનેરી તક છે. ફ્લિપકાર્ટ હોઇ કે અમેઝોન અથવા પછી કોઇ અન્ય ઇ-કોમર્સ કંપનીઓ, ફેસ્ટિવલ સીઝનમાં તમે મેક્સિમમ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news