શાનદાર ઓફર, Maruti Suzuki ની Vitara Brezza ખરીદતાં 1 લાખ સુધી છૂટ

મારૂતિ સુઝીકીએ Vitara Brezza (D) મોડલ પર 50,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કેશ ડિસ્કાઉન્ટ સાથે કંપની આ ગાડી પર 5 વર્ષની વોરન્ટી ઓફર કરી રહી છે. આ ઉપરાંત કંપનીએ આ એસયૂવીની ખરીદી પર એક્સચેંજ 20 હજાર રૂપિયાની અલગથી છૂટની જાહેરાત કરી છે.

Updated By: Sep 27, 2019, 05:21 PM IST
શાનદાર ઓફર, Maruti Suzuki ની Vitara Brezza ખરીદતાં 1 લાખ સુધી છૂટ

નવી દિલ્હી: ફેસ્ટિવલ સીઝન (Festive Season) શરૂ થઇ ચૂકી છે, એવામાં બજારમાં કંપનીઓ અલગ-અલગ ઓફર આપી રહી છે. વેચાણમાં ઘટાડા સામે ઝઝૂમી રહેલી ઓટો ઇન્ડસ્ટ્રી (Auto Industry) આ ફેસ્ટિવલ સીઝનમાં વેચાણ તેજી લાવવા માટે અલગ-અલગ શરૂઆત કરી રહી છે. સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ થોડા દિવસો પહેલાં મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ પોતાના તમામ મોડલ્સના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી. હવે કંપની દ્વારા મનપસંદ એસયૂવી વિટારા બ્રિઝા (Vitara Brezza) પર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વિટારા બ્રિઝા પર આપવામાં આવી રહેલી ઓફર અનુસાર ગાડી ખરીદતાં 1 લાખ રૂપિયા સુધીની બચત નક્કી છે.

ટૂંક સમયમાં સરકાર લાવશે ડિજિટલ ID કાર્ડ? દૂર થશે આધાર-પાન અને DL ની ઝંઝટ

શું છે ઓફર
મારૂતિ સુઝીકીએ Vitara Brezza (D) મોડલ પર 50,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કેશ ડિસ્કાઉન્ટ સાથે કંપની આ ગાડી પર 5 વર્ષની વોરન્ટી ઓફર કરી રહી છે. આ ઉપરાંત કંપનીએ આ એસયૂવીની ખરીદી પર એક્સચેંજ 20 હજાર રૂપિયાની અલગથી છૂટની જાહેરાત કરી છે. આ પ્રકારની કંપની Brezza પર કુલ 1,01,200 રૂપિયા સુધી છૂટ આપી રહી છે.

સ્ટોક ખતમ કરવા માટે કંપનીઓ સસ્તામાં વેચી રહી છે બાઇક અને સ્કૂટર

Vitara Brezza ની કિંમત
વિટારા બ્રેજાની કિંમત 7.67 લાખ રૂપિયાથી શરૂ થઇને 10.64 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી છે. આ ઉપરાંત અલગ-અલગ વેરિએન્ટની કિંમતોની વાત કરીએ તો વિટારા બ્રેજા વીડીઆઇની કિંમત 9.31 લાખ (ઓન રોડ), વિટારા બ્રેજા જેડડીઆઇ પ્લસની કિંમત 11.24 લાખ (ઓન રોડ), બ્રેજા જેડડીઆઇ પ્લસ AMT ડ્યૂલ ટોનની કિંમત 12.55 લાખ રૂપિયા છે. 

સસ્તી થઇ Maruti ની કારો, અલ્ટોથી માંડીને Swift ના ભાવમાં મોટો ઘટાડો

પેટ્રોલ મોડલ આગામી વર્ષે થશે લોન્ચ
મારૂતિ સુઝુકી Vitara Brezza નું પેટ્રોલ મોડલ આગામી વર્ષ ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવશે. મારૂતિ બ્રેઝાના પેટ્રોલ વર્જનમાં K15B 1.5-લીટર સ્માર્ટ હાઇબ્રિડ પેટ્રોલ એન્જીન લગાવવામાં આવ્યું છે. આ એન્જીન 105hp નો પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે.