10 લાખની અંદર ભારતમાં મળી રહી છે હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સવાળી આ ટોપ 10 કાર્સ, જુઓ લિસ્ટ...

Cheap Cars With Good Ground Clearance: વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે કારને નુકસાન થઈ શકે છે.

10 લાખની અંદર ભારતમાં મળી રહી છે હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સવાળી આ ટોપ 10 કાર્સ, જુઓ લિસ્ટ...

Affordable Cars With Enough Ground Clearance:  વરસાદ દરમિયાન રસ્તાઓ પાણી ભરાઈ જાય છે. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે કારને નુકસાન થઈ શકે છે. આ પાણી કારના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે. જો તમારી કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ સારું છે, તો તમે ચિંતા કર્યા વિના વરસાદની મોસમમાં પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થઈ શકો છો.

SUVમાં સામાન્ય રીતે સારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ હોય છે અને સેડાન કારમાં સૌથી ઓછું ગ્રાઉન્ડ ક્લિયરન્સ હોય છે. વરસાદની ઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સેડાન કારના માલિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

આવી સ્થિતિમાં, જો તમે સારી ગ્રાઉન્ડ ક્લિયરન્સવાળી કાર ખરીદવા માંગો છો પરંતુ કાર ખરીદવાનું બજેટ ઓછું છે, તો જુઓ 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની ટોપ 10 કાર્સ વિષે..

હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે રૂ. 10 લાખથી ઓછી કિંમતની  ટોપ 10 કાર

Renault Kwid- 184mm
Hyundai Exter- 185mm
Tata Punch- 187mm
Maruti Fronx- 190mm
Hyundai Venue- 195mm
Maruti Brezza- 200mm
Renault Kiger- 205mm
Nissan Magninte- 205mm
Kia Sonet- 205mm
Tata Nexon- 209mm

આ તમામ કારની શરૂઆતની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી છે. આમાંની કેટલીક કારના ટોપ વેરિઅન્ટની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ છે. આવી સ્થિતિમાં ખરીદતી વખતે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે કયું વેરિઅન્ટ ખરીદી રહ્યા છો. આ સિવાય કેટલાક વેરિઅન્ટ્સ એવા હશે જેની એક્સ-શોરૂમ કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી છે પરંતુ ઓન-રોડ કિંમત 10 લાખ રૂપિયાથી વધુ છે. તેથી જ, ડીલરશીપમાંથી કાર વિશે સંપૂર્ણ માહિતી જરૂર મેળવો.

આ પણ વાંચો:
INDIA ગઠબંધનને મોટો ઝટકો આપવાના છે આ દિગ્ગજ નેતા? PM મોદીનું કરશે સન્માન
અંબાલાલની વધુ એક આગાહી : ચોમાસાના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, હવે આ જિલ્લાઓનો વારો

વક્રી શુક્ર 3 રાશિના લોકોને કરાવશે આર્થિક લાભ, 4 સપ્ટેમ્બર સુધી મળશે ભાગ્યનો સાથ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news