આ ઓટો કંપની લાવી ધમાકેદાર ઓફર, આખા દેશમાં એક જ ભાવે વેચશે કાર
Trending Photos
નવી દિલ્હી: ટોયોટા (Toyota) ની નવી સેડાન કારની યારિસ (Yaris) ભારતીય માર્કેટમાં લોંચ થઇ ગઇ છે. આ કાર પહેલીવાર ઓટો એક્સપો 2018માં સામે આવી હતી. કારની કિંમત 8.75 લાખ રૂપિયાથી માંડીને 14,07,000 રૂપિયા છે. સારી વાત એ છે કે કારની કિંમત આખા દેશમાં એક જ રહેશે. કંપની 'વન નેશન વન પ્રાઇસ'ની નીતિ લઇને આગળ વધી રહી છે. ટોયોટો દેશમાં પહેલી કાર કંપની હશે જે આમ કરી રહી છે. બસ રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન રાજ્યના હાલના દર પર નક્કી થશે.
50 હજારમાં થઇ રહી છે બુકિંગ
કાર પ્રેમીઓ આ કારની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. હાલમાં કંપની તરફથી તેનું પેટ્રોલ વર્જન ઉતારવામાં આવ્યું છે. આગામી સમયઅમાં તેનું ડીઝલ વેરીએંટ પણ આવી શકે છે. નવી કારનું બુકિંગ 50 હજાર રૂપિયામાં થશે. ટોયોટો યારિસની ટોપ વેરિએન્ટની એક્સ શો રૂમ કિંમત 14.07 લાખ રૂપિયા છે.
4 અલગ-અલગ વેરિએન્ટમાં ઉતારી
કરને ચાર અલગ-અલગ વેરિએન્ટમાં લોંચ કરવામાં આવી છે, તેમાં મેન્યુઅલી અને સીવીટી ઓટોમેટિક બંને પ્રકારના ઓપ્શન છે. કારમાં 1.5 લીટરનું 4 સિલિંડર પેટ્રોલ એંજીન છે જે 107 bhp ની પાવર અને 140 ન્યૂટન-મીટર ટોર્ક જનરેટ કરે છે.
7 સ્પીડ સીવીટી ઓટોમેટિક ટ્રાંસમિશનનું ઓપ્શન
યારિસમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ સીવીટી ઓટોમેટિક ટ્રાંસમિશનનું ઓપ્શન મળશે. કંપની યારિસ કારની ડિલીવરી મે મહિનાથી શરૂ થશે. ટોયોટોની નવી યારિસ કોરોલાનું નાનું રૂપ છે. કોરોલા પણ હિટ રહી હતી.
મારૂતિ સિયાઝથી થશે મુકાબલો
બજારમાં આ કારનો મુકાબલો મારૂતિ સુઝુકી, સિયાઝ, હોંડા સિટી અને હ્યુંડાઇ વર્ના જેવી કારો સાથે થશે. આ સેગ્મેંટની કારમાં પહેલીવાર ટચસ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમમાં કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રિયર સીટ સ્પ્લિટ, રૂફ માઉંટેડ રિયર એસી વેંટ્સ, એમ્બિયંટ લાઇટિંગ, ફ્રંટ પાર્કિંગ સેંસર અને પેડલ શિફ્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
ચારો વ્હીલમાં આપવામાં આવી ડિસ્ક બ્રેક
કારમાં સેફ્ટીનું પુરેપુરૂ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગતિ પર કંટ્રોલ કરવા માટે યારિસના ચારેય વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કારમાં 7 એર બેગ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, એબીસ વિથ ઇબીડી અને ઇએસપી સેફ્ટી ફીચર્સ પણ છે.
કારમાં સ્લીક હેડ લાઇટ તથા ટેલ લાઇટ
યારિસમાં 1.5 લીટરનું ડ્યૂલ વીવીટી-આઇ પેટ્રોલ એંજીન છે. જે 6-સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ સીવીટી ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. નવી સેડાન કાર યારિસની ડિઝાઇન કોરોલા અને કેમરીની માફક લાગે છે. આ કાર સ્લીક હેડ લાઇટ, ટેલ લાઇટ અને વાઇડ ગ્રિલ સાથે આવે છે. કેબિનમાં પણ ખૂબ સ્પેસ આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે