WhatsApp પર આવ્યું નવું ફીચર, હવે મળશે આ નવી સુવિધાનો લાભ

ફેસબુક (Facebook)ના અધિગ્રહણવાળા ફોટો મેસેજિંગ એપ વોટ્સઅપ (Whatsapp) એ નવા 'યૂઝર ઇંટરફેસ' (UI)ની સાથે 'ઓડિયો પિકર' રજૂ કર્યું છે. તેનાથી યૂજરને એકવારમાં 30 ઓડિયો ફાઇલ્સ મોકલવાની સુવિધા મળશે. 'વેબઇટીએઇંફો'એ આ અઠવાડિયે જણાવ્યું, "Whatsapp એ તાજેતરમાં 'ઓડિયો પિકર' રજૂ કર્યું છે. તેનાથી ઓડિયોને સેંડ કરતાં પહેલાં પ્લે કરવા અને 1થી વધુ ઓડિયો ફાઇલ્સ મોકલવાની સુવિધા પ્રદાન કરે છે. 
WhatsApp પર આવ્યું નવું ફીચર, હવે મળશે આ નવી સુવિધાનો લાભ

નવી દિલ્હી: ફેસબુક (Facebook)ના અધિગ્રહણવાળા ફોટો મેસેજિંગ એપ વોટ્સઅપ (Whatsapp) એ નવા 'યૂઝર ઇંટરફેસ' (UI)ની સાથે 'ઓડિયો પિકર' રજૂ કર્યું છે. તેનાથી યૂજરને એકવારમાં 30 ઓડિયો ફાઇલ્સ મોકલવાની સુવિધા મળશે. 'વેબઇટીએઇંફો'એ આ અઠવાડિયે જણાવ્યું, "Whatsapp એ તાજેતરમાં 'ઓડિયો પિકર' રજૂ કર્યું છે. તેનાથી ઓડિયોને સેંડ કરતાં પહેલાં પ્લે કરવા અને 1થી વધુ ઓડિયો ફાઇલ્સ મોકલવાની સુવિધા પ્રદાન કરે છે. 

પહેલાં ફક્ત 1 ઓડિયો ફાઇલ મોકલી શકતા હતા
આ પહેલાં યૂજર્સ 1 વખતમાં ફક્ત 1 ઓડિયો ફાઇલ મોકલી શકતા હતા. નવા ફીચર Whatsapp ના 2.19.89 બીટા અપડેટમાં આવ્યું છે. Whatsapp એ પોતાના પ્લેટફોર્મ પર ઘણા અપડેટ્સ, ખાસકરીને વધુ ડિવાઇસેઝ પર સંબંધિત એપ સપોર્ટ કરવા અને પ્લેટફોર્મ પર ડુપ્લીકેટ સુચનાઓ ફેલાવાની તપાસ કરવા ફીચર રજૂ કર્યું છે. 

આ DTH કંપનીના સબ્સક્રાઇબર જ્યારે ઇચ્છશે ત્યારે બદલી શકશે પ્લાન

'આઇપેડ' સપોર્ટ પર પહેલાંથી જ કામ કરી રહ્યું છે
આ એપ બહુપ્રતિક્ષિત 'આઇપેડ' સપોર્ટ પર પહેલાં જ કામ કરી રહી છે, જેનું 'ટચ આઇડી સપોર્ટ', 'સ્પ્લિટ-સ્ક્રીન' અને 'લેડસ્કેપ મોડ' જેવા ફીચર પર ટેસ્ટિંગ થઇ રહ્યું છે. પોતાના પ્લેટફોર્મ પર બનાવટી સમાચારો ફેલાવાની ઘટનાઓને ઓછી કરવા માટે Whatsapp 'ફોરવર્ડિંગ ઇંફો' અને 'ફ્રીકવેંટ્લી ફોરવોર્ડેડ મેસેજ' નામના 2 ફીચરનું ટેસ્ટીંગ કરી રહ્યું છે. તેનાથી યૂજર્સને ખબર પડી જશે કે આ મેસેજ કેટલીવાર મોકલવામાં આવ્યો છે. 

ભારતમાં 5થી વધુ લોકોને ફોરવર્ડ કરી શકતા નથી મેસેજ
કોઇ મેસેજ 4 વારથી વધુ મોકલ્યા બાદ તે 'ફ્રીકવેંટ્લી ફોરવર્ડેડ' મેસેજ થઇ જાય છે. Whatsapp પર ભારતમાં હાલ કોઇ મેસેજ વધુમાં વધુ 5 વખત ફોરવર્ડ કરી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news