મોબાઇલ યૂજર્સ માટે NETFLIX લાવ્યું સસ્તો પ્લાન, 65 રૂપિયામાં જુઓ વેબ સીરીઝ

કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) 65 રૂપિયા પ્રતિ અઠવાડિયે મોબાઇલ-ઓનલી પ્લાનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નેટફ્લિક્સે ખાસ કરીને ભારતમાં અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. ગત અઠવાડિયે આવેલા મીડિયા અહેવાલ અનુસાર મોબાઇલ-ઓનલી પ્લાન હેઠળ યૂજર્સને તેમના સ્માર્ટફોન અથવા ટેબલેટ પર કન્ટેન્ટ જોવાની સુવિધા આપે છે. 
મોબાઇલ યૂજર્સ માટે NETFLIX લાવ્યું સસ્તો પ્લાન, 65 રૂપિયામાં જુઓ વેબ સીરીઝ

નવી દિલ્હી: કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) 65 રૂપિયા પ્રતિ અઠવાડિયે મોબાઇલ-ઓનલી પ્લાનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નેટફ્લિક્સે ખાસ કરીને ભારતમાં અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. ગત અઠવાડિયે આવેલા મીડિયા અહેવાલ અનુસાર મોબાઇલ-ઓનલી પ્લાન હેઠળ યૂજર્સને તેમના સ્માર્ટફોન અથવા ટેબલેટ પર કન્ટેન્ટ જોવાની સુવિધા આપે છે. 
નેટફ્લિક્સ ઇન્ડીયાની વેબસાઇટની યાદી નવા પ્લાનોમાં સાપ્તાહિક મોબાઇલ-ઓનલી પ્લાન 65 રૂપિયામાં, મૂળ પ્લાન 125 રૂપિયામાં, સ્ટાડર્ડ પ્લાન (બે સ્ક્રીનની અનુમતિ) 165 રૂપિયા અને અલ્ટ્રા પ્લાન (4કે માં ચાર સ્ક્રીન) 400 રૂપિયામાં છે. 

જોકે મોબાઇલ-ઓનલી પ્લાન શોઝને એચડી અથવા 4કે ગુણવત્તામાં સપોર્ટ કરતું નથી. સૌથી વ્યાજબી પ્લાન લાવવા છતાં નેટફ્લિક્સ હજુપણ ભારતમાં ઓવર ધ ટોપ (ઓટીટી) કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. દુનિયામાં સૌથી સસ્તા ડેટા ચાર્જ સાથે બીજા સૌથી મોટા સ્માર્ટફોન માર્કેટ ભારત આંતરરાષ્ટ્રીય કન્ટેટ અને મ્યૂઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સની યોજનાઓનું મુખ્ય કેંદ્વ છે. 

તાજેતરમાં જ એપ્પલ મ્યૂઝિકે પોતાના પૂર્વવર્તી 120 રૂપિયા પ્રતિ મહિનાના પ્લાનને ઘટીને 99 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઇએ કે નેટફ્લિક્સના બધા પ્લાન એક મહિના માટે ફ્રી છે. ત્યારબાદ ચાર્જેબલ હોય છે. જોકે ફ્રી સર્વિસ ખતમ થતાં પહેલાં તેને કેન્સલ કરવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news