WhatsApp માં આવ્યું ખુબ જરૂરી ફીચર્સ, દૂર થઈ યૂઝર્સની સૌથી મોટી ચિંતા

વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે ખુબ કામના ફીચર રોલઆઉટ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી તમે ભૂલથી ડિલીટ ફોર એવરીવનની જગ્યાએ ડિલીટ ફોર મી થયેલા મેસેજને રિકવર કરી શકશો. આવો જાણીએ વિગત...
 

WhatsApp માં આવ્યું ખુબ જરૂરી ફીચર્સ, દૂર થઈ યૂઝર્સની સૌથી મોટી ચિંતા

નવી દિલ્હીઃ WhatsApp યૂઝર્સ માટે એક જબરદસ્ત ફીચર લાવી રહ્યું છે. થોડા દિવસ પહેલા કંપનીએ વ્યૂ વન્સ મેસેજ માટે સ્ક્રીનશોટ બ્લોક કરવા અને લીગ ગ્રુપ સાઇલેન્ટલીની સાથે ઓફલાઇન સ્ટેટસ હાઇટ કરનારા ફીચર્સની જાહેરાત કરી હતી. હવે વોટ્સએપ યૂઝર્સ માટે વધુ એક દમદાર ફીચર્સ હાજર થઈ ગયું છે. આ ફીચરની મદદથી યૂઝર ભૂલથી Delete for everyone ની જગ્યાએ Delete for me થયેલા મેસેજને રિકવર કરી શકશે. આમ કરવા માટે યૂઝર્સને કેટલીક સેકેન્ડ્સનો સમય લાગશે. 

આ યૂઝર્સ માટે આવ્યું નવું ફીચર
વોટ્સએપ અપડેટને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfo એ ટ્વીટ કરી આ નવા ફીચરની જાણકારી આપી છે. WABetaInfo અનુસાર આ ફીચરનું નામ Undo delete message છે. શરૂઆતમાં આ ફીચરને બીટા યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. જો તમે બીટા યૂઝર છો તો વેટ્સએપ એન્ડ્રોયડ વર્ઝન  2.22.18.13 માં આ ફીચરને ટ્રાય કરી શકો છો. કંપનીનું આ ફીચર કેટલાક સિલેક્ટેડ બીટા યૂઝર્સ માટે રોલઆઉટ થયું છે. 

હજુ આવશે નવા ફીચર
વોટ્સએપ આ મહિનાના અંત સુધી યૂઝર્સ માટે લીવ ગ્રુપ સાઇલેન્ટલી ફીચરને રોલઆઉટ કરી શકે છે. આ ફીચર આવ્યા બાદ યૂઝર કોઈપણ ગ્રુપને ચુપચાપ છોડી શકશે અને કોઈને તેની જાણ થશે નહીં. ગ્રુપ છોડનારની જાણકારી માત્ર ગ્રુપ એડમિનને હશે. આ સિવાય વોટ્સએપમાં ઓનલાઇન સ્ટેટસને હાઇટ કરવાનું ફીચર પણ આવવાનું છે. 

આ ફીચર ઇનેબલ થયા બાદ તમે તમારા ઓનલાઇન સ્ટેટસને હાઇટ કરીને પણ ચેટિંગ કરી શકશો. ઓનલાઇન સ્ટેટસ અને લાસ્ટ સીનને હાઇડ કરવાના ઓપ્શનને વોટ્સએપ સેટિંગ્સના એકાઉન્ટ સેક્શનમાં આપવામાં આવેલી પ્રાઇવેસીમાં જઈને એક્સેસ કરી શકાશે. કંપની પોતાના ગ્લોબલ યૂઝર્સ માટે વ્યૂ વન્સ મેસેજના સ્ક્રીનશોટ્સને બ્લોક કરનારૂ ફીચર પણ ઓગસ્ટના અંત સુધી રોલઆઉટ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news