કોઇ ડાઉન પેમેન્ટ નહી, માત્ર 7000 રૂપિયાનો હપ્તો, કાર આપશે 35KM માઇલેજ, મેંટેનેંસ 500 રૂપિયા

Maruti Alto K10: જો તમારી પાસે કાર ખરીદવા માટે વધુ બજેટ નથી અને તમે સસ્તી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો મારુતિ અલ્ટો K10 તમારા માટે એક વિકલ્પ બની શકે છે.

કોઇ ડાઉન પેમેન્ટ નહી, માત્ર 7000 રૂપિયાનો હપ્તો, કાર આપશે 35KM માઇલેજ, મેંટેનેંસ 500 રૂપિયા

Maruti Alto K10 Details: એક એવી કાર છે, જે 35Km સુધીની માઈલેજ આપી શકે છે અને જેની મેન્ટેનન્સ લગભગ 500 રૂપિયા મહિને છે. જો આ કારના બેઝ વેરિઅન્ટ પર 100 ટકા ફાઇનાન્સ કરવામાં આવે છે, તો તેને લગભગ રૂ.7000ની EMI પર ઘરે લાવી શકાય છે. આ મારુતિ સુઝુકી અલ્ટો K10 છે. તે પેટ્રોલની સાથે સાથે CNG વિકલ્પમાં પણ ઉપલબ્ધ છે. તેમાં 5 લોકોની બેઠક ક્ષમતા છે.

અલ્ટો k10 નું એન્જિન
Alto K10 માં BS-VI ફેઝ 2 અનુકૂળ 1.0 લિટર પેટ્રોલ એન્જિનમાં ઉપલબ્ધ છે. આ એન્જિન 67 PS પાવર જનરેટ કરે છે અને 89 Nm ટોર્ક આપે છે. જ્યારે, CNG પર પાવર આઉટપુટ ઘટે છે. CNG પર, આ એન્જિન 57PS અને 82.1Nm જનરેટ કરે છે. CNG વેરિઅન્ટમાં માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે જ્યારે પેટ્રોલ વેરિઅન્ટમાં 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સનો ઓપ્શન મળે છે.

આ પેટ્રોલ પર લગભગ 25 કિલોમીટર પ્રત્યે લીટર સુધીની માઇલેઝ આપે છે જ્યારે સીએનજી પર માઇલેજ ખૂબ વધુ છે. સીએનજી પર આ કાર લગભગ 35 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધીની માઇલેજ ઓફર કરે છે. તેનું મેંટેનેંસ પણ ખૂબ ઓછું છે. 

તેની મેંટેનેંસનો વાર્ષિક ખર્ચ લગભગ 6-7 હજાર રૂપિયા છે. એટલે કે મહિને લગભગ 500 રૂપિયા. જો કે, આ સામાન્ય સર્વિસ ચાર્જ છે. આમાં કોઈપણ સ્પેરપાર્ટ બદલવાની કિંમત શામેલ નથી. સ્પેરપાર્ટ્સ બદલવાના કિસ્સામાં, ખર્ચમાં વધારો થશે.

કિંમત અને ફાઇનાન્સ
Alto K10ના બેઝ મોડલની કિંમત 3.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તેની ઓન-રોડ કિંમત લગભગ 4.41 લાખ રૂપિયા છે. જો તમે તેની ઓન-રોડ કિંમત (સંપૂર્ણ કિંમત લોન) પર 7 વર્ષ માટે 9 ટકા વ્યાજ દરે લોન લો છો, તો EMI લગભગ રૂ.7,108 હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news