રાજ્યમાં ગગડ્યો લધુત્તમ તાપમાનનો પારો

સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો હતો. ગાંધીનગર રાજ્યમાં સૌથી વધુ ઠંડું શહેર સાબિત થયું હતું. ગાંધીનગરમાં 13.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ. અમદાવાદમાં 14.2 ડિગ્રી સુધી પારો ગગડ્યો હતો. તો બીજી બાજુ મહુવામાં પણ 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઠંડી સાથે ઠેર ઠેર ધુમ્મસનું પણ ભારે પ્રમાણ જોવા મળ્યું હતું.

Trending news