આગામી થોડા સપ્તાહમાં માત્ર વુહાનમાં કોરોના વાયરસથી ચેપી લોકોની સંખ્યા પહોંચી શકે છે 5 લાખ
લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિને વુહાનમાં વાયરસ ફેલાવાની રીતનો અભ્યાસ કર્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે ચેપની જો આ ગતિ રહી તો ફેબ્રુઆરી પૂરો થતાં-થતાં શહેરની 5 ટકા વસ્તી એટલે કે 5 લાખથી વધુ લોકો કોરોનાથી ચેપગ્રસ્ત થઈ જશે.
Trending Photos
પેઇચિંગઃ કોરોના વાયરસને સાર્સ (SARS)થી પણ વધુ ભયાનક જાહેર કરી દેવામાં આવ્યો છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ પ્રમાણે કોરોનાથી ચીનમાં અત્યાર સુધી 908 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 40 હજારથી વધુ લોકોમાં વાયરસનો ચેપ હોવાની પુષ્ટિ થઈ ચુકી છે. વાયરસનો ચેપ ઝડપથી વધી રહ્યો છે, તેનાથી આવનારા દિવસોમાં આ વધુ જીવલેણ અને વધુ વિકરાળ રૂપ લે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ પ્રમાણે આગામી કેટલાક સપ્તામાં ચીનના માત્ર એક શહેર વુહાનમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 5 લાખ સુધી પહોંચી શકે છે. વુહાન હુબોઈ પ્રાંતનું તે શહેર છે જેના પશુ બજારથી કોરોના વાયરસ ફેલાવવાની શરૂઆત થઈ હતી. આ શહેરમાં 23 જાન્યુઆરીથી 1 કરોડ 10 લાખ લોકો પોત-પોતાના ઘરમાં કેદ છે.
લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિને વુહાનમાં વાયરસ ફેલાવાની રીતનો અભ્યાસ કર્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે ચેપની જો આ ગતિ રહી તો ફેબ્રુઆરી પૂરો થતાં-થતાં શહેરની 5 ટકા વસ્તી એટલે કે 5 લાખથી વધુ લોકો કોરોનાથી ચેપગ્રસ્ત થઈ જશે. આ પહેલા શંઘાઈ સિવિલ અફેયર્સ બ્યૂરોના ડેપ્યુટી હેડે ખુલાસો કર્યો હતો કે કોરોના હવે હવામાં રહેલા સૂક્ષ્મ-ટીપા સાથે ભળીને એયરોસોલ બનાવી રહ્યો છે, જેથી તેના ફેલાવાની ગતિ વધી રહી છે.
Coronavirus: કોરોના વાયરસ પર પીએમ મોદીની ઓફર પર ચીને આપ્યો આ જવાબ
બીજીતરફ ચીનની સાથે-સાથે વિશ્વનું આરોગ્ય તંત્ર તે જાણવા ઉત્સુક છે કે શું વુહાન સહિત હુબેઈ પ્રાંતના બીજા શહેરોમાં કોરોનાને કારણે લોકોમાં થઈ રહેલા ન્યૂમોનિયા પર પ્રતિબંધ લાગી રહ્યો છે. હુબેઈ પ્રાંતની જનંસંખ્યા 6 કરોડની છે.
હાલ, ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના આંકડા પર વિશ્વાસ કરીએ તો રવિવારે 97 લોકોના મોત થયા અને 3062 નવા કેસ સામે આવ્યા છે. જે 97 લોકોના મોત થયા, તેમાંથી 91 હુબેઈ પ્રાંતના હતા, જ્યાં આ વાયરસને કારણે સૌથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ સિવાય બે લોકોના મોત અનહુઈમાં થયા છે. હીલોંગજિયાન્ગ, જિઆંગશી, હેનાન અને ગાન્સૂમાં તેનાથી એક-એક વ્યક્તિનું મોત થયું છે. ચીની આયોગ અનુસાર 31 પ્રાંત સ્તરના ક્ષેત્રોમાં તેનાથી અત્યાર સુધી 908 લોકોના મોત થયા છે અને કુલ 40171 મામલાની પુષ્ટિ થઈ છે. રવિવારે 396 દર્દી ગંભીર રૂપથી બીમાર થયા હતા. 6484 લોકોની સ્થિતિ ગંભીર છે અને 23589 લોકો તેનાથી ચેપગ્રસ્ત હોવાની આશંકા છે. તો કુલ 3281 લોકોની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે