વધુ એક મુસ્લિમ દેશમાં ઉગ્યો સનાતનનો સૂર્ય, સ્વામિનારાયણ ભગવાન અને શ્રીનાથજી બિરાજશે

અબુધાબીમાં ભવ્ય હિન્દુ મંદિરના ઉદ્ઘાટન બાદ હવે વધુ બે ભવ્ય મંદિર એક મુસ્લિમ દેશમાં બનવાના છે. આ દેશ બહેરીન છે. બહેરીનમાં એક હિંદુ મંદિર વર્ષો જૂનુમ છે, જેનો જીર્ણોદ્વાર થશે. 

વધુ એક મુસ્લિમ દેશમાં ઉગ્યો સનાતનનો સૂર્ય, સ્વામિનારાયણ ભગવાન અને શ્રીનાથજી બિરાજશે

નવી દિલ્હીઃ ભારત અને સમગ્ર વિશ્વમાં હાલ અબુ ધાબીમાં બનેલા ભવ્ય પ્રથમ હિંદુ મંદિરની ચર્ચા થઈ રહી છે પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે આવા જ એક નહીં પરંતુ, 2 ભવ્ય મંદિર વધુ એક મુસ્લિમ દેશમાં નિર્માણ પામશે. જી હાં, આ સત્ય છે.. મુસ્લિમ દેશ બહેરીનમાં એક સાથે બે ભવ્ય હિંદુ મંદિર બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે. બહેરીનમાં એક હિંદુ મંદિર 200 વર્ષ જૂનું છે જેનો જીર્ણોદ્વાર કરાશે અને બીજું ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થશે. કેવી રીતે પ્રધાનમંત્રી મોદીનો આ સંકલ્પ પૂર્ણ થશે જુઓ આ રિપોર્ટમાં. 

જી હાં, બહેરીન પહેલો મુસ્લિમ દેશ છે જ્યાં એક સાથે બે મંદિરોનો જીર્ણોદ્ધાર અને વિસ્તરણ થવા જઈ રહ્યું છે. અહીં 200 વર્ષ પહેલા બનેલા ભગવાન શ્રીનાથજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે અને 4 એકર જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થશે. સૌથી પહેલાં આપણે ભગવાન શ્રીનાથજી મંદિરના જીર્ણોદ્વારની કરીએ. 

અબુ ધાબીમાં સ્વામિનિરાયણ મંદિરની જેમ આ મંદિરને લઈને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સિંહફાળો છે.. PM મોદીની 24-25 ઓગસ્ટ, 2019ના રોજ બહેરીન મુલાકાતને કારણે સર્જાયેલા વાતાવરણને કારણે મંદિરને નવો લુક આપવાની મંજૂરી મળી છે.. શ્રીનાથજી મંદિરના જીર્ણોદ્વારની જરૂરિયાત કેમ ઊભી થઈ તેના વિશે વાત કરીએ તો, શ્રીનાથજી મંદિરનું બાંધકામ 200 વર્ષ જૂનું છે. મંદિર જૂનું થઈ ગયું હોવાથી ફરીથી બનાવવું જરૂરી છે. લાંબા સમયથી મંદિરના પ્રબંધન સાથે જોડાયેલા લોકો તેના જીર્ણોદ્ધાર માટે પરવાનગી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ સાડા ચાર વર્ષ પહેલા વડાપ્રધાનની બહેરીનની મુલાકાત દરમિયાન તેનો પાયો નાખ્યો હતો. 

બહેરીનની પ્રથમ મુલાકાત દરમિયાન PM મોદીએ મનામાના શ્રીનાથ મંદિરમાં જઈને પૂજા કરી હતી.. તેમણે મંદિરના જીર્ણોદ્ધાર કાર્યની રૂપરેખા જાહેર કરી અને ખાતરી આપી કે તે ચોક્કસપણે નવા સ્વરૂપમાં ફરીથી બનાવવામાં આવશે.. એવામાં હવે પ્રશાસને મંદિરના જીર્ણોદ્ધારના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.. એવું માનવામાં આવે છે કે થોડા મહિનામાં આ મંદિર નવા રંગ-રૂપમાં દેખાશે...

સાથે જ મનામામાં સ્વામિનારાયણ મંદિર પણ છે. મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકો લાંબા સમયથી એવી જગ્યા શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે જ્યાં નવું ભવ્ય મંદિર બની શકે.. જોકે, બહેરીનના રાજા 4 એકર જમીન મફતમાં આપવા સંમત થયા. BAPS ગુરુ મહંત સ્વામી મહારાજે બહેરીનમાં મંદિર માટે જમીન આપવા બદલ ભારતના પ્રધાનમંત્રી અને બહેરીનના ક્રાઉન પ્રિન્સનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ સંબંધો અને ધાર્મિક સદ્ભાવના શાસ્વત વિશ્વાસને રેખાંકિત કરે છે.. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news