વિશાલ પટેલ... કરોડોની નોકરી છોડીને અબુધાબીના મંદિરમાં સેવા કરી રહ્યો છે આ ગુજરાતી યુવક, જાણો શું કહ્યું?
Abu Dhabi HIndu Temple: યુએઈના અબુધાબીમાં બનેલા ભવ્ય મંદિરમાં વિશાલ પટેલ પણ યોગદાન આપી રહ્યા છે. દુબઈમાં જ રોકાણ બેંકર તરીકે મોટો પગાર મેળવનારા વિશાલ પટેલે બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માણમાં મદદ કરવા માટે નોકરી સુદ્ધા છોડી દીધી
Trending Photos
યુએઈના અબુધાબીમાં બનેલા ભવ્ય મંદિરમાં વિશાલ પટેલ પણ યોગદાન આપી રહ્યા છે. દુબઈમાં જ રોકાણ બેંકર તરીકે મોટો પગાર મેળવનારા વિશાલ પટેલે બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માણમાં મદદ કરવા માટે નોકરી સુદ્ધા છોડી દીધી અને મંદિરમાં જઈને સ્વયંસેવા શરૂ કરી હતી. 43 વર્ષના વિશાલ પટેલે ગત વર્ષે અબુ ધાબી મંદિરમાં સેવા આપવા માટે દુબઈ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સેન્ટરમાં પોતાની નોકરી છોડવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તેઓ અબુધાબી ગયા અને મંદિરમાં સ્વયંસેવક તરીકે કામ આપવાનું શરૂ કરી દીધુ.
વિશાલે ખાલિજ ટાઈમ્સને કહ્યું કે 2016થી પરિવાર સાથે હું યુએઈમાં રહુ છું. મારા માટે કરિયર હંમેશા મારી પ્રાથમિકતા રહી. કારણ કે હું પ્રમુખ રોકાણ બેંકો અને હેઝ ફંડ જેવા પદો પર હતો. અબુધાબી મંદિરમાં સેવા કરવાથી મને સમાજ પર એક સાર્થક પ્રભાવ પાડવા જેવી અનુભૂતિ થઈ. હું અહીં આવ્યો તો નક્કી કર્યું કે હવે મારે સંપૂર્ણ રીતે મંદિરની સેવામાં લાગી જવું છે. 43 વર્ષના વિશાલ પટેલનો જન્મ એક ગુજરાતી પરિવારમાં લંડનમાં થયો હતો. 2016થી લંડનથી યુએઈમાં આવીને વસી ગયા હતા. તેઓ પહેલા લંડનમાં પણ બેંકિંગ ક્ષેત્રે સારી એવી નોકરી કરતા હતા. ત્યારબાદ યુએઈ આવીને દુબઈ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સેન્ટરમાં કામ કરવા લાગ્યા. વિશાલે જણાવ્યું કે તે બાળપણથી જ બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા સાથે જોડાયેલા છે. લંડનમાં હતા ત્યારે પણ તેઓ ત્યાં બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં સતત જતા હતા.
મંદિર નિર્માણ સાથે જોડાયેલા
વિશાલ અબુધાબીના આ મંદિર સાથે સક્રિય રીતે જોડાયેલા છે. નિર્માણ પ્રક્રિયામાં ભાગ લેતા તેમણે નિર્માણ સ્થળ પર સુરક્ષાત્મક વાડ લગાવવાથી લઈને કોંક્રીટના ઢગલા લગાવવા સુધીનું કામ કર્યું છે. તેઓ મહેમાનો અને આગંતુકોને ભોજન પીરસવામાં પણ સામેલ રહ્યા હતા. મંદિરના તૈયાર થયા બાદ તેઓ મુખ્ય સંચાર અધિકારી તરીકે વિશાળ મીડિયા સંબંધો અને રણનીતિક સંચારનું કામ જુએ છે.
વિશાલનું કહેવું છે કે આધ્યાત્મિક ગુરુઓ, પ્રમુખ સ્વામી મહારાજ, અને મહંત સ્વામી મહારાજે તેમના અને અનેક લોકોના મગજ પર એક સ્થાયી પ્રભાવ છોડ્યો છે. તેનાથી પ્રભાવિત થઈને દુનિયાભરથી લોકો મંદિરમાં આવીને સેવા કરે છે. વિશાલે એ વાત પર ભાર મૂક્યો કે મહંત સ્વામી મહારાજે તેમને સતત એક્તા, બંધુત્વ અને એકજૂથતાના સિદ્ધાંતો મુજબ સેવા કરવા અને જીવવાની વાત શીખવાડી. વિશાલ જણાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજે 1995માં બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનના નિર્માણ દરમિયાન એક ખેલનું મેદાન પણ બનાવડાવ્યું હતું. લંડનના મંદિરના જીમની અંદર તેઓ ફૂટબોલ અને ક્રિકેટ રમતા હતા. આ રીતે તેમણે મંદિરની સાથે જોડાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ સ્વયંસેવી ગતિવિધિઓમાં જોડાઈ ગયા. બીએપીએસએ સમાજની સેવા કેવી રીતે કરી, તેના વિશે તેમની સમજ ઊંડી થતી ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે