એક ઈંડાએ મચાવી છે સોશિયલ મીડિયા પર ધૂમ, સેલિબ્રિટીઝને પણ રાખી પાછળ

21 વર્ષની અમેરિકન સુપરસ્ટાર કાઈલી જેનર 900 મિલિયન ડોલર એટલે કે 6300 કરોડથી વધુની સંપત્તી સાથે દુનિયાની શ્રીમંત હસ્તીઓમાં સામેલ છે 

એક ઈંડાએ મચાવી છે સોશિયલ મીડિયા પર ધૂમ, સેલિબ્રિટીઝને પણ રાખી પાછળ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાના વર્તમાન યુગમાં ક્યારે શું વાયરલ થઈ જાય તેના અંગે કશું જ કહી શકાય નહીં. તાજેતરમાં જ એક સામાન્ય કહેવાતો ઈંડો સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. આ ઈંડાએ અમેરિકાની જાણીતી હસ્તી અને પ્રખ્યાત અભિનેત્રી કાઈલી જેનરને પણ પાછળ પાડી દીધી છે. ટીવી સુપરસ્ટાર કાઈલીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક ઈંડાને સડક પર મુકીને ફોડતી દેખાઈ રહી છે. 

હકીકતમાં આ સમગ્ર ઘટના 4 જાન્યુઆરીના રોજ ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ world_record-egg પર એક ઈંડાનો ફોટો શેર કરવામાં આવ્યો હતો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અત્યાર સુધી આ સ્ટોરીને 2.7 કરોડ કરતાં વધુ લાઈક મળી ચૂકી છે. ખાસ વાત એ છે કે, આ એકાઉન્ટના 25 લાખ કરતાં પણ વધુ ફોલોઅર્સ છે અને અત્યાર સુધી આ એકાઉન્ટમાં માત્ર એક ઈંડાનો ફોટો જ મુકવામાં આવ્યો છે. 

world_record_egg ઈન્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે, "આવો એકસાથે ભેગામળીને વર્લ્ડ રેકોર્ડ બનાવીએ અને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પસંદ કરવામાં આવતો ફોટો ધરાવતી પોસ્ટ બનાવીએ. કાઈલી જેનર દ્વારા આયોજિત વર્તમાન વર્લ્ડ રેકોર્ડ (1.8 કરોડ)ને હરાવીને અમને આ મળી ગયો છે."

કાઈલી સાથે સરખામણી શા માટે
આપને જણાવી દઈએ કે 21 વર્ષની અભિનેત્રી કાઈલીએ ફેબ્રુઆરીમાં પોતાની ન્યૂબોર્ન બેબી સાથે ફર્સ્ટ ફોટો શેર કર્યો હતો, જેણે 1.8 કરોડ લાઈક્સ મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. કાઈલીના ઈન્સ્ટાગ્રામ પર 12.38 કરોડ ફોલોઅર્સ છે. જોકે, હવે તે આ બાબતે એક ઈંડાની પોસ્ટ દ્વારા પાછળ રહી ગઈ છે. 

કાઈલીએ આપ્યો જવાબ
ઈન્સ્ટાગ્રામ પર એક ઈંડાના ફોટાને કારણે પાછળ રહી ગયેલી કાઈલી આશ્ચર્યચકિત છે. પોતે પાછળ રહી ગઈ હોવાથી જેનરે સાંકેતિક રીતે એક ઈંડાને સડક પર ફોડીને પોતાની પ્રતિક્રિયા આપી છે. પોતાના આધિકારીક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈંડુ ફોડવાનો વીડિયો પણ કાઈલીએ શેર કર્યો છે. તેણે લખ્યું છે, તમે પણ જૂઓ...

A post shared by Kylie (@kyliejenner) on

6300 કરોડની છે માલિક
માત્ર 21 વર્ષની અમેરિકન સુપરસ્ટાર કાઈલી જેનર 900 મિલિયન ડોલર એટલે કે રૂ.6300 કરોડ કરતાં વધુની સંપત્તીની સાથે દુનિયાના સૌથી શ્રીમંત હસ્તીઓમાં સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news