Watch Video: ઓસ્ટ્રેલિયાની ચૂંટણીના પરિણામ બાદ કેમ ચર્ચામાં આવ્યો ભગવો ખેસ? ખાસ જાણો

Australia new PM Anthony Albanese: ચૂંટણીમાં એન્થની અલ્બનીઝની લેબર પાર્ટીને ભવ્ય જીત મળી અને હવે તેઓ નવા પીએમ હશે. પણ તેમના આ ભગવા ખેસમાં ફોટો અને વીડિયો વાયરલ થયા બાદ નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Watch Video: ઓસ્ટ્રેલિયાની ચૂંટણીના પરિણામ બાદ કેમ ચર્ચામાં આવ્યો ભગવો ખેસ? ખાસ જાણો

Australia new PM Anthony Albanese: ઓસ્ટ્રેલિયામાં હાલમાં જ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ સ્કોટ મોરિસનની લિબરલ પાર્ટીને પછાડીને જીત મેળવી. પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ચૂંટણી હાર્યા. મોરિસનની હાર બાદ હવે વિપક્ષી નેતા એન્થની અલ્બનીઝ નવા પ્રધાનમંત્રી હશે. જો કે હાલ આ નવા પીએમનો એક ફોટો અને વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ભગવો ખેસ પહેરેલા જોવા મળે છે. 

ચૂંટણીમાં એન્થની અલ્બનીઝની લેબર પાર્ટીને ભવ્ય જીત મળી અને હવે તેઓ નવા પીએમ હશે. પણ તેમના આ ભગવા ખેસમાં ફોટો અને વીડિયો વાયરલ થયા બાદ નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવું કહેવાઈ રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના નવા પીએમે જીતવા માટે ભગવો ધારણ કર્યો. જો કે ઓસ્ટ્રેલિયાના આ નવા પીએમ અગાઉ અનેક વખત ખભે ઓમ લખેલો ખેસ પહેરેલા જોવા મળેલા છે. આવામાં આ ભગવો ખેસ તેમની જીતના પ્રતિક તરીકે જોવામાં આવી રહ્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee News (@zeenews)

ભારત સાથે ખાસ સંબંધ!
લેબર પાર્ટીના એન્થની અલ્બનીઝ વિશે એવું કહેવાય છે કે ઓસ્ટ્રેલિયાના ચીન સાથે ખરાબ થયેલા સંબંધોને તેઓ સંતુલિત કરી શકે છે. આ ઉપરાંત ભારત સાથે પણ તેમનો વિશેષ નાતો રહેલો છે અને ભારત સાથેના સંબંધને પણ તેઓ નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. તેમના જીવન વિશે વાત કરીએ તો આર્થિક તંગીમાં પસાર થયું છે. તેઓ એકમાત્ર પુત્ર હતા. સિંગલ મધર દ્વારા તેમનો ઉછેર થયેલો છે. તેમને બાળપણમાં એવું કહેવાયું હતું કે પિતાનું કાર અકસ્માતમાં અવસાન થયું. માત્ર 12 વર્ષની ઉંમરે તેઓ રાજકીય આંદોલન સાથે જોડાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news