અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના શપથ સમારોહની પાસે બ્લાસ્ટ, ફાયરિંગ


અશરફ ગનીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. તેમના શપથ સમારોહથી થોડે દૂર બ્લાસ્ટ અને ફાયરિંગની ઘટના પણ બની છે. બ્લાસ્ટના અવાજ બાદ પણ તેમણે પોતાનું સંબોધન જારી રાખ્યું હતું. 

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના શપથ સમારોહની પાસે બ્લાસ્ટ, ફાયરિંગ

કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તે સમયે મોટો બ્લાસ્ટ થયો જ્યારે અશરફ ગની દેશના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરી રહ્યાં હતા. શપથ સમારોહથી થોડે દૂર બાલ્સ્ટ અને ગોળીઓનો અવાજ આવ્યો હતો. તેમ છતાં અશરફ ગનીએ શપથ સમારોહ જારી રાખ્યો હતો. ધડાકાનો અવાજ સાંભળતા રાષ્ટ્રપતિને સુરક્ષા જવાનોએ ઘેરી લીધા હતા. પરંતુ ગનીએ પોતાનું સંબોધન જાળવી રાખ્યું હતું. 

તો બીજીતરફ અશરફ ગનીના વિરોધી અબ્દુલ્લા અબ્દુલ્લાએ પણ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યાં છે. રાષ્ટ્રપતિ પદ પર બંન્ને દાવેદારોના આમને-સામને આવ્યા બાદ તાલિબાનની સાથે વાર્તાની યોજના ખતરામાં પડવાની આશંકા ઉભી થઈ છે. અમેરિકા-તાલિબાન શાંતિ સમજુતી પર આશરે બે સપ્તાહ પહેલા હસ્તાક્ષર કર્યાં હતા. 

— TOLOnews (@TOLOnews) March 9, 2020

પાછલા વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બે સર્વોચ્ચ ઉમેદવારો વચ્ચે વિવાદ છે કે વાસ્તરમાં જીત કોણે હાંસિલ કરી. તેનાથી લાગે છે કે અફઘાન સરકાર પોતાને એકજૂથ રજૂ કરવામાં અસમર્થ રહી છે. જ્યારે અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા તો વચન આપવામાં આવ્યું હતું કે, અફઘાન લોક પોતાના દેશના ભવિષ્ય માટે એક રોડ મેચ તૈયાર કરવા માટે આપસમાં વાતચીત કરશે. અમેરિકાનું કહેવું છે કે અફઘાનિસ્તાનથી તેની સેનાની વાપસી તાલિબાનના આતંકવાદ વિરોધી વચન સાથે જોડાયેલી છે કે તાલિબાન અને અફઘાન સરકાર વચ્ચે વાતચીતની સફળતાથી. 

અફઘાનિસ્તાનના ચૂંટણી પંચે સપ્ટેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીને વિજેતા જાહેર કર્યાં હતા. દેશની એકતા સરકારમાં તેમના પૂર્વ સહયોગી મુખ્ય કાર્યકારી અધિકારી અબ્દુલ્લા અબ્દુલ્લા અને ચૂંટણી ફરિયાદ પંચનું કહેવું છે કે ચૂંટણીમાં ગોટાળો થયો છે. તેના ફળસ્વરૂપ ગની અને અબ્દુલ્લા બંન્નેએ ખુદને વિજેતા જાહેર કર્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news