ચીનમાં મુસ્લિમો વિરુદ્ધ છેડાયું નવું અભિયાન, હવે શું કહેશે 'મિત્ર' પાકિસ્તાન?

ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો વિરુદ્ધ કોમ્યુનિસ્ટ સરકારની કડકાઈ કોઈ નવી વાત નથી.

ચીનમાં મુસ્લિમો વિરુદ્ધ છેડાયું નવું અભિયાન, હવે શું કહેશે 'મિત્ર' પાકિસ્તાન?

બેઈજિંગ: ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો વિરુદ્ધ કોમ્યુનિસ્ટ સરકારની કડકાઈ કોઈ નવી વાત નથી. હવે ચીનની સરકારે અહીં ધાર્મિક ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે એક નવો પ્રતિબંધ લાદ્યો છે. ચીનના આ પશ્ચિમી રાજ્યમાં અહીંના અધિકારીઓએ હલાલ વસ્તુઓ પર રોક લગાવવા માટેનું અભિયાન શરૂ કર્યુ છે. સરકારી અધિકારીઓનો દાવો છે કે તેનાથી ચરમપંથને પ્રોત્સાહન મળે છે. તેમનો એ પણ દાવો છે કે આ અભિયાન દ્વારા મુસલમાનોના જીવનને બદલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

શિનજિયાંગમાં આ પ્રકારના પ્રતિબંધ પર સરકારનું કહેવું છે કે તેઓ હલાલ વસ્તુઓના ઉપયોગમાં કમી લાવવા માંગે છે. હલાલથી ધાર્મિક અને સેક્યુલર જીવન વચ્ચેનું અંતર ધૂંધળું થઈ જાય છે. ચીનના જણાવ્યાં મુજબ તે આવું એટલા માટે કરી રહ્યું છે કારણ કે તે શિનજિયાંગ ઈસ્લામી ચરમપંથ સામે લડી રહ્યું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે દૂધ, ટૂથપેસ્ટ અને ટિશ્યુ જેવી વસ્તુઓમાં હલાલનું લેબલ લગાવવાની ટીકા કરી હતી. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ શિનજિયાંગની રાજધાની ઉરુમ્ચીમાં સોમવારે થયેલી બેઠકમાં એવા શપથ લેવામાં આવ્યાં કે હલાલ સામે જંગ છેડાશે. એક અધિકારીએ તો એ પણ દાવો કર્યો છે કે તે માર્ક્સવાદ સિવાયના તમામ ધર્મોને આ વિસ્તારમાંથી મીટાવી દેશે. અધિકારીઓએ કહ્યું કે ફક્ત મેંડારિનમાં વાત કરવાની અને કોમ્યુનિકેશનની વાત કરવામાં આવી છે. 

સૌથી વધુ તુર્ક ભાષા બોલનારા લોકો
શિનજિયાંગમાં સૌથી વધુ તુર્ક ભાષા બોલનારા લોકો રહે છે. આ લોકો પોતાને મધ્ય એશિયાની વધુ નજીક માને છે. પરંતુ હવે અહીં તેમને ફક્ત મેંડારિનમાં વાત કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યાં હતાં કે ચીનમાં 10 લાખ ઉઈગર મુસલમાન ગાયબ છે. કહેવાય છે કે ચીને તેમને શિબિરોમાં રાખ્યા છે. તેમને ત્યાં દેશભક્તિના નામ પર તેમના ધર્મથી અલગ કરવામાં આવી રહ્યાં છે. શિબિરમાં રહેતા લોકોને તમામ ધાર્મિક કાર્યકલાપ છોડવાનું કહેવામાં આવી રહ્યું છે. 

સંયુક્ત રાષ્ટ્રે ચીનને કહ્યું છે શિબિરો બંધ કરવાનું
લોકોને શિબિરોમાં રાખવાના રિપોર્ટ સામે આવ્યાં બાદ યુએનએ ચીનને કહ્યું છે કે તે આવા લોકોને જલદી મુક્ત કરે. જો કે ચીન આ આરોપોને ફગાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રે આ શિબિરોને બિનઅધિકાર વિસ્તાર ગણાવ્યો છે. સરકારનું એ પણ કહેવું છે કે જે શિબિરોની વાત કરવામાં આવી રહી છે તે વોકેશનલ ટ્રેનિંગ માટે શરૂ કરાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news