ભારતે કરાચીમાં કરાવી ચીની નાગરિકની હત્યા : પાકિસ્તાન

ગૃહમંત્રી અહેસાન ઇકલાબે ખોટો આરોપ મૂકતા જણાવ્યું છે કે કરાચીમાં ચીની નાગરિકની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે 

Punita Vaidya Punita Vaidya | Updated: Feb 9, 2018, 10:05 AM IST
ભારતે કરાચીમાં કરાવી ચીની નાગરિકની હત્યા : પાકિસ્તાન
(ફેસબુક ફોટો@ahsaniqbal.pk)

ઇસ્લામાબાદ : કરાચીમાં થયેલી ચીની નાગરિકની હત્યામાં પાકિસ્તાને ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાકિસ્તાનના ગૃહમંત્રી અહેસાન ઇકબાલે ખોટો આરોપ લગાવતા કહ્યું છે કે કરાચીમાં ચીનના એક નાગરિકની થયેલી હત્યાની ઘટનામાં  ભારતનો હાથ હોઈ શકે છે.  એક ઇન્ટરન્યૂમાં આ વાત કરીને તેમણે આરોપ મૂક્યો છે કે આ રીતે ભારત CPEC (ચાઇના-પાકિસ્તાન ઇકોનોમીક કોરિડોર)ને નુકસાન પહોંચાડવા માગે છએ. 

ભારત પહોંચાડવા માગે છે આર્થિક નુકસાન
ગૃહમંત્રી અહેસાન ઇકબાલનું કહેવં છે કે પાકિસ્તાને ચીનના નાગરિકોની રક્ષા માટે દસ હજાર જવાનોનું મજબૂત દળ બનાવ્યું છે. જોકે ચીન અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા આર્થિક સંબંધોને કારણે ચિંતામાં મૂકાઈ ગયેલા ભારતે પાકિસ્તાનની એક શિપિંગ ફર્મના 46 વર્ષીય ચીની મેનેજિંગ ડિરેક્ટરની હત્યા કરાવી હોય એવી શક્યતા છે. પાકિસ્તાના ગૃહમંત્રીએ મોટો આરોપ લગાવતા કહ્યું છે કે ભારતીય ગુપ્તચર એજન્સી CPECને નુકસાન પહોંચાડવા માટે સક્રિય છે અને એ માટે ખુલ્લા હાથે પૈસા વાપરી રહી છે. 

ગોળી મારીને થઈ હતી હત્યા
પાકિસ્તાનની શિપિંગ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત ચીની નાગરિકની સોમવારે હત્યારે કરી દેવામાં આવી છે. પોલીસે જાણકારી આપી છે કે 46 વર્ષના ચેન ઝુને તેમની કારમાં જ અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળી ધરબી દીધી હતી. ચેન ઝુ કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં બીજા ચીની નાગરિક સાથે ખરીદી કરવા ગયા હતા ત્યારે આ ઘટના બની છે અને ત્યાંથી પસાર થઈ રહેલી બીજી 30 વર્ષીય વ્યક્તિને પણ પગમાં ગોળી વાગી છે. 

(ઇનપુટ એજન્સીમાંથી)