પબના બાથરૂમમાં મહિલાને સેક્સ માણવું ભારે પડ્યું! એવું તે શું કર્યું કે થયું મોટું નુકસાન

પોલીસે હવે તે મહિલાની ધરપકડ કરી છે જેણે બાથરૂમમાં પોતાની હરકત દરમિયાન ત્યાં લાગેલી સિંક પણ તોડી નાખી હતી અને પબના માલિકને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી અને તેના પર લગભગ 40 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો.

પબના બાથરૂમમાં મહિલાને સેક્સ માણવું ભારે પડ્યું! એવું તે શું કર્યું કે થયું મોટું નુકસાન

ફ્લોરિડા: કેટલીક વાર લોકો સાર્વજનિક સ્થળોએ પણ તમામ હદો વટાવી દે છે, જેના કારણે તેમને પાછળથી મોટું પરિણામ ભોગવવું પડે છે. આવું જ કંઇક અમેરિકાના ફ્લોરિડામાં થયું. જ્યાં એક મહિલાને પબના ટોઇલેટમાં સેક્સ માણવું ભારે પડ્યું હતું.

તોડી નાંખી બાથરૂમની સિંક
પોલીસે હવે તે મહિલાની ધરપકડ કરી છે જેણે બાથરૂમમાં પોતાની હરકત દરમિયાન ત્યાં લાગેલી સિંક પણ તોડી નાખી હતી અને પબના માલિકને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી અને તેના પર લગભગ 40 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો.

'ડેઈલી સ્ટાર'ના સમાચાર અનુસાર, ધરપકડ માટે આપવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે પબમાં આ પ્રકારનું કૃત્ય કર્યા પછી મહિલા અને તેના મિત્રને તરત જ બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમજ મહિલાએ પહેલા એવું બહાનું કાઢ્યું હતું કે બાથરૂમની સિંક અન્ય કોઈ કારણોસર તૂટી ગઈ હશે.

મહિલાએ કબૂલ્યો પોતાનો ગુનો
જોકે, બાદમાં પોલીસને આપેલા નિવેદનમાં મહિલાએ કબૂલાત કરી હતી કે બાથરૂમની અંદર તેણી અને તેના મિત્ર સેક્સ માણી રહ્યા હતા અને તે દરમિયાન ત્યાંનો સિંક તૂટી ગયો હતો. જો કે, મહિલાએ સિંક કેવી રીતે તૂટ્યો તે અંગે વધુ માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું મહિલા આવા કૃત્ય દરમિયાન ડ્રગ્સની ઝપેટમાં તો નહોતી કે પછી તેનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ નથી. જોકે, પોલીસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘટના દરમિયાન તે સંપૂર્ણ રીતે નશામાં હતી. પબ માલિકની ફરિયાદ પર મહિલા પર ગંભીર ગુનાહિત આરોપો લગાવવામાં આવ્યા છે.

પહેલા પણ બની આવી ઘટના
મહિલાએ તેના મિત્ર વિશે વિગતો આપવાનો ઇનકાર કર્યો છે જે તેની સાથે બાથરૂમમાં સેક્સ માણી રહ્યો હતો. ફ્લોરિડાના લોકો ખૂબ જ રોમેન્ટિક માનવામાં આવે છે અને ત્યાં આવી ઘટનાઓ બનવી સામાન્ય મનાય છે. તાજેતરમાં જ એક કપલ પોલીસ વાનમાં કપડા ઉતારીને સેક્સ માણતા ઝડપાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news