ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુને ઝેરી પત્ર મળ્યા બાદ હોસ્પિટલ ખસેડાયા

ટ્રમ્પની પુત્રવધુને શંકાસ્પદ પાઉડરવાળો પત્ર મળ્યા બાદ તાત્કાલીક સિક્રેટ સર્વિસ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 13, 2018, 10:23 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુને ઝેરી પત્ર મળ્યા બાદ હોસ્પિટલ ખસેડાયા

વોશિંગ્ટન :અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ વેનેસા ટ્રમ્પને સોમવારે શંકાસ્પદ પાઉડર લાગેલ પત્ર ખોલ્યો હતો, ત્યાર બાદ તેમને સુરક્ષાનાંકારણોસર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પોલીસનાં અનુસાર આ પત્ર ટ્રમ્પનાં પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનાં મેનહેટનનાં સરનામા પર મોકલવામાં આવ્યું હતું. જો કે વેનેસાને આ પાઉડરથી કોઇ નુકસાન પહોંચ્યું નથી. આ ઘટના બાદ સીક્રેટ સર્વિસ હાલ પત્રની તપાસ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર ડોનાલ્ડ ટમર્પ જુનિયરનાં મેનહેટનનાં સરનામા પર આવેલા આ પત્રને તેની સાસુએ રિસીવ કર્યું હતું. ત્યાર બાદ આ પત્રને વેનેસા ટ્રમ્પે ખોલ્યું હતું. પત્ર પર સફેદ પાઉડર લાગ્યું હોવાની માહિતી વેનેસાની સુરક્ષામાં લાગેલ સીક્રેટ સર્વિસ હરકતમાં આવી અને વેનેસા અને તેમની સાથે હાજર અન્ય 2 વ્યક્તિઓને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષણમાં સફેદ પાઉન્ડર ખતરનાક સાબિત થયો છે. વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે કહ્યું કે, સોમવારે બપોરે રાષ્ટ્રપતિએ તેમની પુત્રવધુ સાથે વાત કરી હતી. આ ઘટના બાદ ટ્રમ્પ મોટા પુત્ર ટ્રમ્પ જુનિયરે ટ્વિટ કર્યું કે, સવારે ડરામણી ઘટના બાદ વેનેસા અને મારા બાળકો સુરક્ષીત છે. કેટલાક લોકોનાં ધૃણિત પદ્ધતીથી પોતાનો વિરોધી વિચાર વ્યક્ત કરી રહ્યા છે.

ટ્રમ્પની પુત્રી ઇવાંકાએ ટ્વીટ કર્યું કે, વેનેસા અંગે વિચારી રહી છું. કાશ હું આજે તેની સાથે હોત. કોઇને પણ આ પ્રકારે ડરાવવું યોગ્ય નથી. હાલ તપાસ એજન્સી દ્વારા પત્ર મોકલનાર અને પત્ર પહોંચાડનાર વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે.