ચીનની વુહાન લેબમાં જ તૈયાર થયો છે કોરોના વાયરસ, મારી પાસે પુરાવા છે: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ ફેલાવવા બદલ ફરીથી એકવાર ચીનને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે દાવો કર્યો કે ચીનના વુહાન લેબમાંથી જ કોરોના વાયરસ નીકળ્યો છે. ટ્રમ્પે ગુરુવારે ચીન પર નવા ટેરિફની પણ ધમકી આપી દીધી. તેમણે દાવો કર્યો કે વુહાન શહેરમાંથી જ કોરોના વાયરસની શરૂઆત થઈ અને તેમની પાસે તેના પુરાવા પણ છે. 
ચીનની વુહાન લેબમાં જ તૈયાર થયો છે કોરોના વાયરસ, મારી પાસે પુરાવા છે: ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ ફેલાવવા બદલ ફરીથી એકવાર ચીનને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે દાવો કર્યો કે ચીનના વુહાન લેબમાંથી જ કોરોના વાયરસ નીકળ્યો છે. ટ્રમ્પે ગુરુવારે ચીન પર નવા ટેરિફની પણ ધમકી આપી દીધી. તેમણે દાવો કર્યો કે વુહાન શહેરમાંથી જ કોરોના વાયરસની શરૂઆત થઈ અને તેમની પાસે તેના પુરાવા પણ છે. 

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે એવું કઈ જોયું છે કે તમારી પાસે કોઈ એવા પુરાવા છે જેનાથી તમે ખાતરીપૂર્વક કહી શકો કે વુહાનથી જ કોરોના વાયરસની શરૂઆત થઈ તો તેમણે કહ્યું કે હા મારી પાસે પુરાવા છે. જ્યારે પત્રકારોએ તેમની પાસે પુરાવા માંગ્યા તો તેમણે કહ્યું કે તે હું તમને બતાવી શકુ નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ US debt obligations to China ને રદ કરી શકે છે તો તેમણે કહ્યું કે તેઓ ચીન પર ટેરિફ વધારવા પર વિચાર કરી રહ્યાં છે. 

WHO પર ફરીથી ભડકી ગયા ટ્રમ્પ- કહ્યું શરમ આવવી જોઈએ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી એકવાર વિશ્વ આરોગ્ય સંગઠન પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે ડબલ્યુએચઓને ચીનના હાથની કઠપુતળી ગણાવતા તેને પોતાના પર શરમિંદા થવાની વાત કરી છે. વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાં મીડિયાકર્મીઓ સાથે વાતમાં ટ્રમ્પે કહ્યું કે મને લાગે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પોતાના પર શરમ આવવી જોઈએ કારણ કે તે ચીનના કામોના વખાણ કરનારી એજન્સી તરીકે કામ કરી રહી છે. 

જુઓ LIVE TV

ટ્રમ્પે કોરોના વાયરસ ફેલાવવામાં ડબલ્યુએચઓની ભૂમિકાની તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં સંગઠન પર મહામારી દરમિયાન ચીનનો પક્ષ લેવાનો પણ આરોપ લગાવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ તપાસ ચાલુ રહે ત્યાં સુધી ડબલ્યુએચઓને અમેરિકા તરફથી મળનારી આર્થિક મદદ પણ રોકી છે. તેમણે કહ્યું કે અમેરિકા ડબલ્યુએચઓને લગભગ 40-50 કરોડ અમેરિકી ડોલરની સહાયતા આપે છે અને ચીન 3.8 કરોડ અમેરિકી ડોલર આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news