કરોડોનો ચુનો લગાવી દુબઇ સુલ્તાનની પત્ની રફુચક્કર, કવિતા લખી દુખ વ્યક્ત કર્યું

 દુબઇના શાસક અને વિશ્વનાં સૌથી અમીર લોકોમાંથી એક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ માકુમે પોતાની પત્ની પ્રિંસેજ હયા બિંત અલ હુસૈનની બેવફાઇના મુદ્દે એક કવિતા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. દુબઇ શાસકની પત્ની હયા, જોર્ડનનાં દિવંગત રાજાની પુત્રી છે અને હાલમાં તેના ભાઇ જોર્ડનનાં શાકસ છે. તે આ અઠવાડીયે પોતાનાં પતિને છોડીને પોતાનાં પુત્ર જાયેદ (7) અને પુત્રી અલ જાલિલા (11) ને લઇને યુરોપ ભાગી ગયા છે. 
કરોડોનો ચુનો લગાવી દુબઇ સુલ્તાનની પત્ની રફુચક્કર, કવિતા લખી દુખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી : દુબઇના શાસક અને વિશ્વનાં સૌથી અમીર લોકોમાંથી એક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ માકુમે પોતાની પત્ની પ્રિંસેજ હયા બિંત અલ હુસૈનની બેવફાઇના મુદ્દે એક કવિતા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. દુબઇ શાસકની પત્ની હયા, જોર્ડનનાં દિવંગત રાજાની પુત્રી છે અને હાલમાં તેના ભાઇ જોર્ડનનાં શાકસ છે. તે આ અઠવાડીયે પોતાનાં પતિને છોડીને પોતાનાં પુત્ર જાયેદ (7) અને પુત્રી અલ જાલિલા (11) ને લઇને યુરોપ ભાગી ગયા છે. 

અત્યંત ભાવુક પત્ર લખી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ ધર્યું
મીડિયા અહેવાલ અનુસાર, હયાએ જર્મનીમાં ઇસાઇલમમાં શરણ માંગ્યું છે અને સુત્રોના અનુસાર તેમનાં આવેદનનો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. જો કે હયાએ યુકેમાં પણ રહેવા માટેની અપીલ પણ કરી છે કારણ કે તેઓ લંડનમાં જ રહેવા માંગે છે. કહેવાઇ રહ્યું છે કે, હાલમાં જ તેઓ લંડનના એક ગુપ્ત સ્થળ પર જ છુપાઇને રહી રહ્યો હતો. 

હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંગ્રેજી ઉપરાંત આ 6 પ્રાદેશિક ભાષામાં પણ મળી રહેશે 
ગત્ત વર્ષે દુબઇ શેખ રાશિદની પુત્રી રાજકુમારી શેખ લતીફાએ પણ દુબઇથી ભાગવા માટેનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. લતીફાને સમુદ્ર માર્ગ પર ભારતે પકડી લીધું હતું અને તેમને યુએઇને સોંપી દેવાયા હતા. તેણે પહેલા એક યુ ટ્યુબ વીડિયોમાં તેણે પોતાનાં પિતાની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે તેના પર કેટલા પ્રતિબંધો લાગેલા છે. 

HCના જજે PM મોદીને લખ્યો પત્ર, કહ્યું-'જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા'
69 વર્ષીય બિન રાશિદ એક કવિ પણ છે અને પરિવાર અને રાજ્યનાં ખાસ પ્રસંગોએ તેઓ લખતા રહે છે. ભલે તેમની કાવ્યક્ષમતા એટલી ઉચ્ચ કેટેગરીની ન હોય પરંતુ યુએઇની વિશ્વમાં તેમની કવિતાઓની ટિકા કરવાની હિમ્મત કોઇનામાં નથી. દુબઇ સુલ્તાને જે નવી કવિતાઓ લખી છે, તેમાં પોતાની પત્ની વિરુદ્ધ તેમનો ગુસ્સો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. 

દિલ્હી: મંદિર પર હુમલા મામલે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનરને લગાવી ફટકાર
તેમણે કવિતા અરબી ભાષામાં લખી છે, આ કવિતાનું ટાઇટલનું ગુજરાતીમાં ભાષાંતર થાય છે તુ જીવે કે મરી જાય. કવિતામાં શેખરે પત્ની તરફથી મળેલા ધોખા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, બેવફા તે સૌથી કિંમતી વિશ્વાસ તોડી દીધો અને તારી રમત હવે સામની આવી ગઇ છે. તારા ખોટા બોલવાનાં દિવસો ખતમ થઇ ગયો અને હવે તે મંતવ્ય નથી રાખતું કે આપણે શું હતા અને તુ શું છે. 

PM મોદી આ યુવા MPથી ખુબ પ્રભાવિત, સાંસદોને પણ કહ્યું-'તેમની પાસેથી શીખો'
કવિતાના અંતમાં રાશિદે લખ્યું કે, હવે મારા જીવનમાં તારુ કોઇ જ સ્થાન નથી રહ્યું, તુ જેની પાસે જવા માંગતી હોય, જાય. મને હવે કોઇ જ ફરક નથી પડતો કે તુ જીવે છે કે મરી ગઇ. જ્યારે ડેલી બિસ્ટે એક સુત્રએ પુછ્યું કે, શું કવિતાનો અનુવાદ ખરાબ છે તો તેણે જવાબ આપવામાં આવ્યો કે, સુલ્તાનની અરબી ભાષાની મુળ કવિતા વધારે ખરાબ છે. સુત્રોનું કહેવું છે કે રાશિદને તેના મોટા પુર્તએ જ કવિતા લખવા માટે પ્રેરિત કર્યા છે. તેઓ તેમની પહેલી પત્નીના પુત્ર છે અને તેઓ હયાને બિલ્કુલ પસંદ નથી કરતા. હયા સાથે લગ્ન કર્યા બાદ રાશિદે પોતાની બીજી પત્નીઓને લગભગ છોડી દીધા છે. રિપોર્ટ અનુસાર રાશિદની સાત પત્નીઓ અને 23 બાળકો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news