અત્યંત ભાવુક પત્ર લખી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ ધર્યું

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદથી રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ પર સસ્પેંસ ચાલી રહ્યું હતું, જો કે આજે રાહુલ ગાંધીએ ખોંખારો ખાઇને રાજીનામું ધરી દીધું છે

અત્યંત ભાવુક પત્ર લખી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ ધર્યું

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજય બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાહુલ ગાંધીએ પોતાનાં રાજીનામા મુદ્દે એક પત્ર લખ્યો છે. આ પત્રને રાહુલ ગાંધીએ ટ્વીટ પણ કર્યો છે. તેમણે લખ્યું કે, લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલા પરાજયની જવાબદારી સ્વિકારુ છું. અમારી પાર્ટીના વિકાસ માટે જવાબદારી મહત્વપુર્ણ છે. આ કારણે મે કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આગળ લખ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવું મારા માટે ગર્વની વાત છે. 

હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંગ્રેજી ઉપરાંત આ 6 પ્રાદેશિક ભાષામાં પણ મળી રહેશે 
રાહુલ ગાંધીએ લખ્યું કે, કોંગ્રેસ પાર્ટીની સેવા કરવી મારા માટે ગર્વનો વિષય ચે જે પાર્ટીની નીતિઓ અને સિદ્ધાંતોથી દેશનો વિકાસ થયો છે. હું દેશ અને પાર્ટી તરફથી મળેલા પ્રેમ માટે આભારી છું. રાહુલે લખ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ તરીકે 2019માં મળેલા પરાજય માટે જવાબદાર છું. અમારી પાર્ટીના ભવિષ્ય માટે જવાબદારી જરૂરી છે. આ જ કારણ છે કે હું મારા પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. 

HCના જજે PM મોદીને લખ્યો પત્ર, કહ્યું-'જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા'
2019માં મળેલા પરાજય બાદ પાર્ટીને પુન સંગઠિત કરવાની જરૂર છે. પાર્ટીના પારજય માટે સામુહિક રીતે લોકોએ કડક નિર્ણયો લેવા પડશે. આ ખુબ જ ખોટુ હશે કે પાર્ટીનાં પરાજય માટે તમામ લોકોને જવાબદાર ઠેરવવામાં આવે, પરંતુ પાર્ટી અધ્યક્ષ હોવાનાં કારણે પોતાની જવાબદારીથી ભાગુ.

દિલ્હી: મંદિર પર હુમલા મામલે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનરને લગાવી ફટકાર
ઘણા બધાઓ સાથે મને સલાહ આપવામાં આવી છે કે કોંગ્રેસ પાર્ટીનાં આગામી અધ્યક્ષનું નામ ચૂંટણી કરૂ. તે વાત સાચી છે કે કોઇને તત્કાલ જરૂર છે કે કોઇ અમારી પાર્ટીને લીડ કરે. મારા માટે કોઇ એકની પસંદગી કરવી ખોટી સાબિત તશે. અમારી પાર્ટીનો ઇતિહાસ ખુબ જ ગૌરવશાળી રહ્યો છે. એટલા માટે મને લાગે છે કે હવે પાર્ટી જ નિશ્ચિત કરે કે કોણ અમારુ નેતૃત્વ હિમ્મત, પ્રેમ અને જવાબદારી સાથે કરી શકે છે. 

I owe the country and my organisation a debt of tremendous gratitude and love.

Jai Hind 🇮🇳 pic.twitter.com/WWGYt5YG4V

— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2019

PM મોદી આ યુવા MPથી ખુબ પ્રભાવિત, સાંસદોને પણ કહ્યું-'તેમની પાસેથી શીખો'
ઉલ્લેખનીય છે કે, 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનાં પરાજય બાદ રાહુલ ગાંધીએ પરિણામના દિવસે જ મંશા વ્યક્ત કરી હતી કે તેઓ પોતાનાં પદ પરથી રાજીનામું આપવા માંગે છે અને હાર માટે પોતાને જવાબદાર માને છે. ત્યારબાદથી જ કોંગ્રેસનાં અનેક મોટા નેતાઓ તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news