અમેરિકા : રેસ્ટોરન્ટની બહાર નગ્ન ગનમેનનાં ફાયરિંગમાં 4નાં મોત

રેસ્ટોરન્ટ બહાર અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ નિર્વસ્ત્ર હાલતમાં આવેલ આરોપી ભાગી છૂટ્યો હતો

અમેરિકા : રેસ્ટોરન્ટની બહાર નગ્ન ગનમેનનાં ફાયરિંગમાં 4નાં મોત

ટેનેસી : અમેરિકાનાં ટેનેસી ખાતે નૈશવિલે શહેરમાં રવિવારે એક રેસ્ટોરન્ટની બહાર નિર્વસ્ત્ર ગનમેન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 4 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થઇ ચુક્યા છે. પોલીસનાં અનુસાર આ હૂમલો સવારે 3.30 વાગ્યે થયો હતો. પોલીસનાં અનુસાર હૂમલાખોરે કપડા નહોતા પહેર્યા. હૂમલાખોરે રેસ્ટોરન્ટની બાહર ખુલ્લામાં ફાયરિંગ કર્યું હતું અને ત્યાર બાદ ઘટના સ્થળથી ફરાર થઇ ગયો હતો.

 સ્થાનિક મીડિયા અનુસાર ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એકની પરિસ્થિતી નાજુક હોવાનું જણાવાઇ રહ્યું છે. સ્થાનીક મીડિયા દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર હૂમલાખોરોને ઓળ ઇલિનોઇસ પ્રાંતનાં 29 વર્ષીય ટ્રેવિસ રિનકિંગ સ્વરૂપે થઇ છે. પોલીસનાં અુસાર હૂમલાખોરની કારમાંથી રેસ્ટોરન્ટની બહાર પહોંચ્યો હતો. ગાડી તેનાં જ નામે નોંધાયેલી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં અમેરિકામાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં શૂટરે સૈન બ્રૂનો ખાતે યુટ્યુબ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું. આ હૂમલામાં ચાર લોકો ઘાયલ થયા હતા. જ્યારે હૂમલાખોર મહિલા શૂટરે પોતે જ આત્મમહત્યા કરી લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news